નવી દિલ્હી: અમેરિકા બાદ હવે રશિયાએ પણ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે અને પાકિસ્તાનની ઝાટકણી કાંઢી છે. રશિયાએ કહ્યું કે ભારતે બંધારણ અંતર્ગત જ જમ્મુ કાશ્મીર પર નિર્ણય લીધો છે. રશિયાના વિદેશ મંત્રાલયે એક સવાલના જવાબમાં શુક્રવારે કહ્યું કે, મોસ્કોને આશા છે કે દિલ્હી દ્વારા જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં બદલવા કરવાના નિર્ણયને ધ્યાનમાં લેતા ભારત અને પાકિસ્તા ક્ષેત્રમાં સ્થિતિ બગડવા નહીં દઈએ. સાથે રશિયાએ ભારત અને પાકિસ્તાન બંનેને શાંતિ જાળવી રાખવાનો આગ્રહ કર્યો છે.


રશિયાએ કહ્યું કે, “અમે આશા કરીએ છે કે બન્નો દેશો મતભેદોની રાજનીતિ અને ડિપ્લોમેટિક રીતે શિમલા કરાર 1972 તથા લાહોર ઘોષણાપત્ર 1999ની જોગવાઈ અંતર્ગત દ્વીપક્ષીયના આધારે ઉકેલ લાવશે.”


જમ્મુ કાશ્મીર પર મોદી સરકારના આ નિર્ણયને અમેરિકાએ પણ આંતરિક મામલો ગણાવ્યો હતો. બે પ્રમુખ દેશોના નિવેદન બાદ પાકિસ્તાન બેકફૂટ પર છે. પાકિસ્તાને ભારતના આ નિર્ણયને એકપક્ષીય અને ગેરકાયદે ગણાવતા કહ્યું કે તે આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લઈ જશે. સાથે તેણે ભારત સાથે વેપાર સંબંધો તોડી નાખ્યા છે. ટ્રેન અને બસ સેવા પર પણ રોક લગાવી દીધી છે.


આ પહેલા સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એતોનિયો ગુતારેસે ભારત અને પાકિસ્તાનને શાંતી જાળવવા કહ્યું હતું. તેઓએ શિમલા કરારનો ઉલ્લેખ કરતા આ મુદ્દા પર કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાને નકારી દીધી છે.