Pakistan Election Result 2024: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શહબાઝ શરીફે તેમની બેઠક જીતી લીધી છે. તેઓ લાહોરના એનએ-123થી ઉમેદવાર હતા. મળતી માહિતી મુજબ તેઓ 63953 મતોથી જીત્યા છે. એક રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાનના અપક્ષ ઉમેદવારોએ ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ બેઠકો કબજે કરી લીધી છે. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમની પાર્ટીના ચૂંટણી ચિન્હ ક્રિકેટ 'બેટ'ને છીનવી લેવાના ચૂંટણી પંચના નિર્ણયને માન્ય રાખ્યા બાદ ખાનના પીટીઆઈ ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.






પાકિસ્તાન ચૂંટણી પંચને ટાંકીને એક પાકિસ્તાની દૈનિક અખબારે કહ્યું છે કે પૂર્વ પીએમ શાહબાઝ શરીફ તેમની સીટ પરથી જીત્યા છે. શરીફ સામાન્ય ચૂંટણીમાં લાહોરની એનએ 123 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. અહીં તેમણે પોતાના વિપક્ષી નેતાને 63,953 મતોથી હરાવ્યા છે.


નોંધનીય છે કે પાકિસ્તાનમાં હિંસા વચ્ચે 8 ફેબ્રુઆરી 2024ના રોજ સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. ચૂંટણી પંચે મતદાનના 12 કલાક બાદ આજે (9 ફેબ્રુઆરી 2024) પરિણામોની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર નવાઝ શરીફના નેતૃત્વ હેઠળની પીએમએલ-એનએ 2 બેઠકો જીતી છે, જ્યારે અપક્ષ ઉમેદવારોએ 2 બેઠકો જીતી છે.


પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનના નેતૃત્વમાં પીટીઆઈ દ્વારા સમર્થિત ઉમેદવારોએ 4 બેઠકો જીતી છે. જ્યારે બિલાવલ ઝરદારી ભુટ્ટોની આગેવાની હેઠળની પીપીપીએ અત્યાર સુધી 1 સીટ જીતી છે.


નોંધનીય છે કે પાકિસ્તાનમાં ગુરુવારે મતદાન સમાપ્ત થયા બાદ હવે મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં લગભગ 12 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. ઘણી જગ્યાએ હિંસાના અહેવાલો પણ મળ્યા હતા. પાકિસ્તાનમાં કેટલાક કલાકો સુધી વોટિંગ રોકી દેવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન જ્યારે વિરોધ શરૂ થયો ત્યારે ચૂંટણી પંચે ટૂંક સમયમાં પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.


હાલમાં ઈમરાન ખાનની પીટીઆઈએ 5 બેઠકો જીતી છે. નવાઝ શરીફની પીએમએલ-એનને 4 અને પીપીપીએ 3 બેઠકો જીતી હતી.


પાકિસ્તાનમાં અત્યાર સુધી કોઈ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પૂરો કર્યો નથી


પાકિસ્તાનની રચના પછીના 76 વર્ષના ઈતિહાસમાં 29 વડાપ્રધાન બન્યા છે. જો કે, અત્યાર સુધી એક પણ વડાપ્રધાને પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. ભ્રષ્ટાચારના આરોપો, લશ્કરી બળવા અને રાજકીય પક્ષોમાં આંતરિક વિભાજનને કારણે 29 માંથી 18 વડાપ્રધાનોને રાજીનામું આપવું પડ્યું હતું. આ પદ પર 11 અન્ય વડાપ્રધાનોની નિમણૂક ખૂબ જ ટૂંકા ગાળા માટે કરવામાં આવી હતી. તેઓ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. પાકિસ્તાનમાં કેટલાક વર્ષો એવા હતા જ્યારે એક જ વર્ષમાં ઘણા વડાપ્રધાનોએ સત્તા સંભાળી અને બાદમાં તેમને એ જ વર્ષે પદ છોડવું પડ્યું હતું.