લાહોર: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નવાઝ શરીફને 10 વર્ષ અને તેમની દિકરી મરિયમને 7 વર્ષની સજા ફટકારી છે. આ પહેલા શરીફ પરિવારે નવાઝ શરીફ અને તેમના પરિવાર પર ચાલી રહેલા ભ્રષ્ટાચારના મામલે થનારી સુનાવણીને એકાઉન્ટિબિલિટી કોર્ટ પાસે એક મહિના સુધી ટાળવાની અપીલ કરી હતી, પરંતુ કોર્ટ તે અપીલને ફગાવી અને પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો.
તેમને લંડનના એક પોશ અવેનફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિક તરીકેનો હક રાખવા બદલ દોષિત ઠેરવતા આ સજા સંભળાવી હતી. કોર્ટે શરીફના બંને પુત્રો હુસૈન અને હસનને ભાગેડુ જાહેર કર્યા છે, અને તેમની સામે આજીવન અરેસ્ટ વોરંટ જાહેર કરી દિધુ છે.
કોર્ટ તરફથી સજાની જાહેરાત બાદ શરીફ પરિવારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે નવાઝ શરીફ પર પહેલા જ ચૂંટણી લડવા પર રોક લાગી છે અને હવે તેમની દિકરી મરિયમ પર પણ આ સજા બાદ ચૂંટણી લડવાને લઈને રોક લાગી શકે છે. કોર્ટે 8 મિલિયન પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે.