નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાનની વચ્ચે સરહદ પર તણાવના અહેવાલને લઈને પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, બન્ને દેશની વચ્ચે અમન અને શાંતિ ત્યારે જ શક્ય બનશે જ્યારે મળીને એક મંચ પર વાત કરશે. બીબીસી સાથે વાતચીતમાં તેમમે સ્પષ્ટ કહ્યું કે, બન્ને દેશની વચ્ચે યુદ્ધથી કોઈ સમાધાન નહીં નીકળે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ BBC સાથેની વાતચીતમાં કહ્યું કે પુલવામા હુમલા માટે જૈશ જવાબદાર નથી. શાહ મેહમૂદ કુરેશીએ કહ્યું કે જૈશ દ્વારા આ હુમાલાની જવાબદારીની જે વાત કહેવામાં આવે છે તેમાં કન્ફ્યુઝન છે. તેમણે આ હુમલાની જવાબદારી નથી લીધી.
જ્યારે ઇન્ટરવ્યુમાં જૈશ-એ-મોહમ્મદની પુલવામા હુમલાની જવાબદારી અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કુરૈશીએ તરત જ કહ્યું કે તેમણે આવું કર્યું જ નથી. કુરૈશી એ કહ્યું કે જવાબદારી લવાને લઇ ઘણી અવઢવ છે. અમારા અહીંના કેટલાંક લોકોએ જૈશના ટોપ લીડરશીપ સાથે વાત કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ હુમલો તેમણે કર્યો નથી. પત્રકારે જ્યારે તેમને પૂછયું કે તે કયા લોકો છે, શું સરકારના લોકો છે તો જવાબમાં કુરૈશી એ કહ્યું કે ના અમારા લોકો છે…એવા લોકો જે અમારા સંપર્કમાં છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી એ એર સ્ટ્રાઇકને લઇ કહ્યું કે ભારત જે આતંકી કેમ્પર પર એર સ્ટ્રાઇક કરી 300 આતંકીઓને ખત્મ કરવાની વાત કરી રહ્યું છે, તે અંગે અમને હજુ કોઇ પ્રમાણ દેખાડ્યા નથી. કુરૈશી એ પોતાની સરકારનો બચાવ કરતાં કહ્યું કે અમારી સરકાર નવી માનસિકતાવાળી સરકાર છે. અમે કોઇપણ દેશની વિરૂદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપી શકીએ નહીં એટલે સુદ્ધાં કે ભારતની વિરૂદ્ધ પણ નહીં.
આ પહેલા શુક્રવારે શાહ મહેમૂદ કુરૈશીએ સીએનએનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. વિદેશ મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે, ત્યારે તેમણે જણાવ્યું કે, "મને ખબર છે ત્યાં સુધી અઝહર મસૂદ પાકિસ્તાનમાં જ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તે ઘરથી બહાર પણ નથી નીકળી શકતો. ભારત પાસે તેની વિરુદ્ધ પુરાવા હોય તો પાકિસ્તાન સાથે શેર કરે, જેનાથી અમે પાકિસ્તાનની કોર્ટ અને લોકોને વિશ્વાસમાં લઈ શકીએ."