નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાન્ડર પાયલટ અભિનંદન વર્ધમાન આજે વાઘા બોર્ડર પરથી ભારત પરત આવશે. પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરતાં અભિનંદનનું વિમાન પીઓકેમાં તુટી પડ્યુ હતુ, ત્યારબાદ તેને પાક સેનાએ પકડી લીધો હતો.



આ બધાની વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે તેમને વિંગ કમાન્ડર અભિનંદનના પરિવારનો સંપર્ક સાધ્યો, તેમને તેમના પુત્રની સલામતીનો મેસેજ મોકલાવ્યો છે.



પાકિસ્તાની ટીવી ચેનલ સમા ટીવી સાથે વાતચીત કરતાં શાહ મહમૂદ કુરેશીએ કહ્યું, મેં વિંગ કમાન્ડર અભિનંદનના પરિવારને મેસેજ કરીને કહ્યું કે તેમને ચિંતા કરવાની કોઇ જરૂર નથી. તે એકદમ સુરક્ષિત છે, તેમને બધી સુવિધાઓ આપવામાં આવી રહી છે. અભિનંદન સ્વસ્થ છે અને તેમની દેખરેખ થઇ રહી છે.