વજીરે કહ્યું કે તેમનું મંત્રાલય ફેયરેનસની ક્રીમ બનાવનારી અને વેચનારી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થોનું પરીક્ષણ અને વિશ્લેષણ કરી રહી છે. તેના અંતર્ગત ફેયરનેસ ક્રીમની 59 સ્થાનીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નમૂનાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે તેમાંથી માત્ર ત્રણ જ આંતરરાષ્ટ્રીય માનકો અનુસાર સાચી ઠરી છે. બાકીની 56 બ્રાન્ડ્સની ફેયરનેસ ક્રીમોમાં મોટા પ્રમાણમાં ખતરનાક માત્રમાં પારો મળી આવ્યો છે. અનેઆ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.