સ્થિતિ એ છે કે રોજીંદા વપરાશમાં આવતી 51 ચીજવસ્તુઓમાંથી 43ની કિંમતમાં ગયા વર્ષની સામે 289 ટકાનો વધારો જોવા મળ્યો છે. સ્થિતિની ગંભિરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટામેટાતો 200થી300 (પાકિસ્તાની) રૂપિયા કિલોનાં ભાવે વેચાઇ રહ્યા છે. જ્યારે કોબી 150 રૂપિયે કિલો જ્યારે આંદુ 500 રૂપિયે કિલો વેચાઇ રહી છે. ડુંગલીનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો છે અને ખાંડ 90 રૂપિયે કિલો વેચાઈ રહી છે.
પાકિસ્તાનનાં જાણીતા અખબાર જંગના અહેવાલ અનુસાર પાકિસ્તાનનાં ઇતિહાસમાં પહેલી વખતએ દિવસ આવ્યો છે કે ટામેટાનાં ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોચ્યા છે. દેશમાં ટામેટાનું ઉત્પાદન ઓછું થયું તે કારણ તો છે જ પરંતું પાડોશી દેશ ઇરાન અને અફઘાનિસ્તાનમાં પણ તેની આવક ઘટી છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ફળોનાં ભાવમાં પણ તેજી જોવા મળી છે, બલુચિસ્તાનનાં પાટનગર ક્વેટામાં અત્યારે એક કિલો પપૈયું 160 રૂપિયે કિલો વેચાઇ રહયું છે. એક ડઝન કેળાનાં 120રૂપિયા ખર્ચવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે, તે જ પ્રકારે સફરજન,નાશપતી,મોસંબી સહિતનાં ફળોનાં ભાવ લોકોની ખરીદ શક્તિ બહાર પહોચ્યા છે.આ સમસ્યા ફક્ત શાકાહારી ભોજન પુરતી જ નહીં. માંસાહાર પણ લોકોને અકળાવી રહ્યો છે. બકરાનાં એક કિલો માંસની કિંમત 900 રૂપિયા છે.