નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દે રઘવાયેલું થયેલ પાકિસ્તાન વધુ એક મિસાઈલ પરીક્ષણ કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાને એનઓટીએએમ અને નૌસેના એલર્ટ જારી કર્યું છે. પાકિસ્તાને કરાચીની પાસે સોનમિયાની હવાઈ ટેસ્ટ રેંજથી સંભવિત મિસાઈલ પરીક્ષણને ધ્યાનમાં રાખીને આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સ્થાનિય માધ્યમોના જણાવ્યું છે કે, પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે(CAA) બુધવારે એક NOTAM જાહેર કર્યું છે. જેમાં કહેવાયું છે કે કરાચી હવાઇ ક્ષેત્રના ત્રણ માર્ગ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. NOTAM પ્રમાણે બધી આંતરરાષ્ટ્રીય ઉડાનોને કરાચીના હવાઇ ક્ષેત્રમાં ત્રણ માર્ગોથી વિમાન પસાર ન કરવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પ્રાધિકરણે એક વૈકલ્પિક માર્ગ પણ બતાવ્યો છે.

અગાઉ પણ ઈસ્લામાબાદમાં કાશ્મીર પર આયોજિત એક સેમિનારામાં વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરીઓના અધિકારની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જશે. તેઓએ કહ્યું હતું કે, ભારતે કાશ્મીરથી ગેરકાયેદસર રીતે આર્ટિકલ 370 હટાવીને ત્યાં તણાવનું વાતાવરણ ઉભું કર્યું છે. એવામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે અને અમે તેના માટે તૈયાર છીએ.