Pakistani Hindu Student: ભારત અને પાકિસ્તાનની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તેમાં જમીન-આસમાનનો તફાવત છે. એકબાજુ જ્યાં ભારત દિવસેને દિવસે સફળતાની નવી ઊંચાઈઓને અડી રહ્યું છે, તો બીજીબાજુ પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાની યુટ્યુબર શોએબ ચૌધરીએ એક પાકિસ્તાની હિન્દુ વિદ્યાર્થી સાથે પાકિસ્તાનની આર્થિક દુર્દશા વિશે વાત કરી. આ વિદ્યાર્થીએ ભારતમાં 6 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.


જ્યારે યુટ્યુબરે પાકિસ્તાની હિન્દુ વિદ્યાર્થીને પૂછ્યું કે ભારતની પ્રગતિ પાછળ શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલી કઈ છે. આના પર વિદ્યાર્થીએ કહ્યું કે ખરેખરમાં, ભારતમાં જોરદાર શિક્ષણ વ્યવસ્થા છે. આપણા દેશના બાળકોને ભારત વિરુદ્ધ નફરત ભરેલી વસ્તુઓ શીખવવામાં આવે છે. આ જ કારણ છે કે આ દેશ આતંકવાદ તરફ જઈ રહ્યો છે. આ ઉપરાંત આપણા દેશના નેતા એક હરામી છે, જે દેશની બગડતી અને કથળતી હાલત માટે જવાબદાર છે.


પાકિસ્તાનની આર્થિક સ્થિતિ - 
YouTubeએ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 600 બિલિયન ડૉલર છે અને પાકિસ્તાન નાદારીની સ્થિતિમાં છે. તેના પર જનતાએ કહ્યું કે આ માટે આપણા દેશના નેતા જવાબદાર છે. તેઓ ભ્રષ્ટ છે. આપણા દેશમાં રહેતા લોકો પણ માને છે કે તેઓ ભ્રષ્ટાચાર વિના સેવા કરી શકતા નથી. અહીં લોકોની આવક ઘણી ઓછી છે. અહીં કોઈનો ફિક્સ પગાર નથી.



હિન્દુઓને સાંજે 6 વાગ્યા પછી નીકળવા પર પાબંદી - 
પાકિસ્તાની જનતાએ કહ્યું કે અમારા દેશમાં જે રીતે કરપ્શન છે, એવું જ કરપ્શન બીજા દેશોમાં નથી, પાકિસ્તાનમાં કોઇપણ કોઇ સ્કિલફૂલ વ્યક્તિને સપોર્ટ નથી કરતું. પાકિસ્તાની હિન્દુ વ્યક્તિએ લઘુમતીઓની સ્થિતિ વિશે પણ વાત કરી. તેને કહ્યું કે મારા વતન ઘોટકીમાં હિન્દુઓને સાંજે 6 વાગ્યા પછી બહાર નીકળવાની મનાઈ છે. ત્યાંની પોલીસનું કહેવું છે કે જો તમે 6 વાગ્યા પછી તમે બહાર ના નીકળો તમને જોખમ થઈ શકે છે.


દુનિયા આખીને ઉલ્લુ બનાવનારી અંજુની 'મદહોશ' હરકતો આવી સામે


રાજસ્થાનના અલવરથી ભાગીને પાકિસ્તાન પહોંચેલી અંજુ પાકિસ્તાનમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે જેમાં અંજુ તેના પ્રેમી નસરુલ્લા સાથે ખૈબર પખ્તુનખ્વાના મેદાનોમાં ફરતી જોવા મળે છે. અંજુ અને નસરુલ્લા એકબીજાના હાથ પકડીને હરિયાળા મેદાનો તરફ જોઈ રહ્યા છે. જે રીતે વીડિયો શૂટ કરવામાં આવ્યો છે તે જોયા બાદ એવું લાગે છે કે તે નિકાહ પહેલા પ્રી-વેડિંગ શૂટ છે. પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત પહોંચેલી ભારતની અંજુ વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશી હતી. તે સમયે અંજુએ એક રીલ બનાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે પાકિસ્તાનમાં કેવી રીતે પ્રવેશી હતી. અંજુએ કહ્યું હતું કે, તે કાયદેસર રીતે પાકિસ્તાન આવી છે. આ એક-બે દિવસની વાત નથી, તે પૂરી પ્લાનિંગ સાથે પાકિસ્તાન આવી છે. તેણીએ જણાવ્યું હતું કે, તેણીએ ફેસબુક પર નસરુલ્લા સાથે મિત્રતા કરી હતી અને તે તેને મળવા પાકિસ્તાન આવી છે.


રોમેન્ટિક વીડિયો કોઈ ફિલ્મી સીન પણ ચડિયાતો


હવે અંજુનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લા સાથે ફરતી જોવા મળી રહી છે. આ વીડિયોને જે રીતે શૂટ કરવામાં આવ્યો છે તે જોઈને લાગે છે કે તેને સંપૂર્ણ પ્લાન સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ વીડિયો ડ્રોનથી શૂટ કરવામાં આવ્યો છે, જેમાં અંજુ અને નસરુલ્લા એકબીજાની ખૂબ નજીકથી વાત કરી રહ્યાં છે. આ બંનેનો રોમેન્ટિક વીડિયો કોઈ ફિલ્મી સીનથી ઓછો નથી લાગતો. વીડિયોમાં ક્યારેક અંજુ નસરુલ્લાના ખભા પર હાથ રાખતી જોવા મળે છે તો ક્યારેક બંને એકસાથે રીલ બનાવતા જોવા મળે છે. બંનેને જોઈને કહી શકાય કે તેમને તેમના પ્રેમમાં પૂરો વિશ્વાસ છે. કહેવામાં આવી રહ્યું છે કે, અંજુ હવે 20 ઓગસ્ટે ભારત પરત ફરશે.


નસરુલ્લા અંજુ માટે ભારત આવવા તૈયાર


અંજુ અને નસરુલ્લા વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ હતી. અંજુએ તેના પરિવારને ખોટું કહ્યું હતું અને નસરુલ્લાને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, નસરુલ્લા ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર જિલ્લાનો રહેવાસી છે. જાણવા મળ્યું છે કે, અંજુના વિઝા 20 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે અને અંજુએ ભારત પરત ફરવું પડશે. નસરુલ્લાએ કહ્યું હતું કે, તે અંજુને વર્ષ 2019માં ફેસબુક દ્વારા મળ્યો હતો. નસરુલ્લાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, તે અંજુ માટે ભારત આવવા તૈયાર છે.