સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણેએ કહ્યું હતુ કે ભારતને નિયંત્રણ રેખા પર યોગ્ય સંજોગોમાં હુમલો કરવાનો અધિકાર છે. તેમને કહ્યુ હતું કે, સીમાપાર આતંકવાદ પર દેશે જબરદસ્ત એટેક કરવાની નીતિની લોકોએ ઝલક જોઇ લીધી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ''અમે નિયંત્રણ રેખાની પાર પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં હુમલો કરવાના ભારતના નવા સેના પ્રમુખના નિવેદનને ફગાવી દઇએ છીએ. સેના પ્રમુખનુ આ બેજવાબદાર નિવેદન છે.''
પાકિસ્તાને કહ્યું કે, કોઇએ પણ બાલાકોટ ઘટના બાદ અમે ભારતને આપેલા જડબાતોડ જવાબને ના ભૂલવો જોઇએ.
આ પહેલા સેના પ્રમુખે કહ્યું હતુ કે, જો પાકિસ્તાન, રાજ્યમાં આતંકવાદની પોતાની નીતિ નથી રોકતુ તો આવા સમયે અમારી પાસે આતંક પર એટેક કરવા માટેના સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો અધિકાર છે. સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ અભિયાન બાદ આની ઝલક બધાએ જોઇ લીધી છે.