કોરોનાથી આર્થિક સંકટમાં પાકિસ્તાન, સાર્ક પાસે માંગ્યા ત્રણ મિલિયન ડોલર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Apr 2020 11:45 AM (IST)
પાકિસ્તાન સરકારે ગુરુવારે કોવિડ-19 ઇમરજન્સી ફંડ પાસે આ મદદ માંગી છે
લાહોરઃ આખી દુનિયા કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહી છે. દુનિયામાં મોટાભાગના દેશોમાં લોકડાઉન છે જેના કારણે આર્થિક સંકટની સ્થિતિ પેદા થઇ છે. આ વચ્ચે પાકિસ્તાને કોરોના વાયરસના સંકટનો સામનો કરવા માટે સાઉથ એશિયન અસોસિયેશન ફોર રિઝનલ કો-ઓપરેશન (SAARC) પાસે મદદ માંગી છે. પાકિસ્તાને સાર્ક પાસે ત્રણ મિલિયન અમેરિકન ડોલરની મદદ માંગી છે. પાકિસ્તાન સરકારે ગુરુવારે કોવિડ-19 ઇમરજન્સી ફંડ પાસે આ મદદ માંગી છે. વિદેશ વિભાગ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના નિર્ણયને સાર્ક સેક્રેટિએટે જણાવતા એમ કહેવામાં આવ્યુ છે કે તેમના આધીન ફંડની તમામ પ્રક્રિયા થાય અને આ ફંડનો ઉપયોગ ઔપચારિકતાઓ સાર્ક ચાર્ટર અનુસાર સભ્ય દેશોના વિચાર અને વિમર્શ મારફતે કરવામાં આવે. પાકિસ્તાનની માંગને લઇને ગુરુવારે વિદેશ સચિવ સોહેલ મહમૂદ અને સાર્કના મહાસચિવ અસલા રૂબાન વેરાકૂન વચ્ચે ફોન પર વાતચીત થઇ હતી. એક સંસ્થાપક સભ્ય હોવાના કારણે પાકિસ્તાન સાર્કને ક્ષેત્રીય સહયોગ આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ માને છે. પાકિસ્તાન સાર્ક પ્રક્રિયાને લઇને પ્રતિબદ્ધ છે અને ક્ષેત્રીય સહયોગને મજબૂત કરવા માટે સભ્ય દેશો સાથે કામ કરવાનું ચાલુ રાખશે.