ઇસ્લામાબાદઃ કોરોના વાયરસના કહેર સામે લડવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સરકારી ખજાનો ખોલ્યો હતો. ઇમરાન ખાને મંગળવારે 1.13 ટ્રિલિયન રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. પાકિસ્તાની વડાપ્રધાને આ આર્થિક પેકેજની જાહેરાત કોરના સામે લડવા અને અર્થવ્યવસ્થા પર પડનારી તેની અસરને ધ્યાનમાં રાખીને કરી છે.

અત્યાર સુધી કોરોના સંકટમાં બેદરકારી રાખવાના આરોપનો સામનો કરી રહેલા ઇમરાન ખાને પેટ્રોલ અને ડિઝની કિંમતમાં 15 રૂપિયાનો ઘડાટો કર્યો છે. વાસ્તવમાં મોંઘવારીથી પરેશાન પાકિસ્તાનની હાલત કોરોનાના કારણે વધુ બગડી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 990 પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે સાત લોકોના મોત થયા છે. પાકિસ્તાનનો સિઁધ પ્રાન્ત સૌથી વધુ પ્રભાવિત છે. આખા પાકિસ્તાનનાં સૈન્યને તૈનાત કરાઇ છે. આર્થિક મદદ માટે પાકિસ્તાને વર્લ્ડ બેન્ક અને અનેક દેશો સામે હાથ લંબાવ્યા હતા.

ઇમરાન ખાને કહ્યું કે આ પેકેજ હેઠળ મજૂરોને 200 અબજ ડોલર, 150 અબજ રૂપિયા સંકટમાં રહેલા પરિવારોને આપવામાં આવશે. તે સિવાય ગરીબ પરિવારોને મળનારા ભથ્થાને 2000થી વધારીને 3000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.  દેશમાં 31 માર્ચ સુધી તમામ  પેસન્જર ટ્રેન બંધ કરી દીધી છે. ચીન અને સાઉથ કોરિયા બાદ હવે પાકિસ્તાન કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવનારા લોકોને ફોન મારફતે ટ્રેક કરી રહ્યું છે. બાદમાં તેને મેસેજ કરી જાણકારી આપી રહ્યું છે કે તેના સંપર્કમાં આવેલો ક્યો વ્યક્તિને કોરોના પોઝિટીવ હતો.