રેહમ ખાને એક વીડિયોમાં કહ્યું કે કાશ્મીર પર ઇમરાન ખાનની જેટલી ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે. તમે ક્યારેક ભેંસો વેચી રહ્યાં છો તો ક્યારેક ગર્મીમાં રસ્તાઓ પર ઉભા રહો છો. ગરમીમાં પાકિસ્તાનના રસ્તાઓ પર ઊભા રહેવાથી કાશ્મીરના મુદ્દાનો ઉકેલ નહીં આવે. લોકો તમારી નૌટંકીથી થાકી ગયા છે. ઉલ્લેખનીય છે ઇમરાન ખાને સત્તામાં આવતા જ ભેંસો વેચીને પૈસા બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઇમરાન ખાનની પૂર્વ પત્નીએ કહ્યું, મોદીએ તો રાતો રાત કાશ્મીર તમારી પાસેથી લઈ લીધું અને તમને ખબર પણ ના પડી. તમે મોદીને ખરૂ ખોટું કહીને કાશ્મીર પરત નથી લઈ શકતા, લોકોને મુર્ખ બનાવવાનું બંધ કરો. ઉલ્લેખનીય છે કે રેહમ આ પહેલા પણ ઇમરાન ખાનની નીતિઓની ટીકા કરી ચુકી છે.