ઈમરાન ખાને પરમાણુ હુમલાની આપી ધમકી, કહ્યુ- કાશ્મીર મુદ્દે કોઈપણ હદે જઈશું
abpasmita.in | 26 Aug 2019 07:41 PM (IST)
ફ્રાન્સમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ વચ્ચે કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દેશને સંબોધન કરતા ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે.
નવી દિલ્હી: ફ્રાન્સમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ વચ્ચે કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દેશને સંબોધન કરતા ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. ઈમરાન ખાને તેમના દેશવાસીઓને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવી પીએમ મોદીની મોટી ભૂલ છે અને કાશ્મીર મુદ્દે કોઈ પણ હદે જઈશું. ઈમરાન ખાને કહ્યું અમે ભારતને કહ્યું કે તમે એક પગલુ આગળ વધશો તો અમે બે પગલા આગળ વધીશું, પરંતુ કાશ્મીરમાં થઈ રહેલા અત્યાચારના કારણે કાશ્મીરી યુવાનોએ પુલવામાને અંજામ આપ્યો. ગાંધી અને નેહરૂએ જે કાશ્મીરના લોકો સાથે વાયદાઓ કર્યા, તેઓ તેની વિરૂદ્ધ ગયા, પીએમ મોદી અને આરએસએસનુ વલણ એક જેવું છે અને આરએસએસને મુસ્લિમોથી નફરત છે તેઓ હિંદુ રાજની સ્થાપના કરવા ઈચ્છે છે. દુનિયાભરમાં ટીકા થયા બાદ પણ પાકિસ્તાન બાજ નથી આવ્યું. ઈમરાન ખાને પરમાણુ યુદ્ધની પણ ધમકી આપી દીધી. ઈમરાને કહ્યું કે હવે કાશ્મીર પર ફેંસલો કરવાનો સમય આવી ગયો છે. ભારત બાલાકોટ જેવો બીજો હુમલો કરી શકે છે. પીઓકેમાં અમે પૂરી રીતે તૈયાર છીએ. કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશો સાથે વાતચીત કરીશ અને મુસ્લિમ દેશો આપણા પક્ષમાં આવશે.