કરતારપુર: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે કરતારપુર કોરિડોરનો  શિલાન્યાસ કર્યો છે. આ શિલાન્યાસ સમારોહમાં પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ, ભારતના વિદેશ રાજ્યમંત્રી હરસિમરત કોર અને એચએસ પુરી ઉપસ્થિત રહ્યાં હતા.


શિલાન્યાસ બાદ નવજોત સિંહ સિદ્ધુએ ઇમરાન ખાનના વખાણ કર્યા હતા. સિદ્ધુ એ કહ્યું કે ભારત સરકાર અને પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે પુણ્યનું કામ કર્યું છે. તેમણે કહ્યું, “ મારા યાર દિલદાર ઇમરાન ખાનનો આભાર ” આ પગલાને આતંકવાદ અને રાજનીતિ સાથે ન જોડવામાં આવે, કરતારપુરના ઇતિહાસના પ્રથમ પાના પર ઇમરાન ખાનનું નામ હશે.  સિદ્ધુએ કહ્યું જ્યારે સંપર્ક વધશે તો સંદેહ પણ દૂર થશે. બન્ને સરકારનો હંમેશા આભાર માનતો રહીશ.
પંજાબ સરકારના મંત્રી સિદ્ધુએ આ કોરિડોર માટે પહેલ કરી હતી. ઓ કોરિડોર આવતા વર્ષે નવેમ્બર પહેલા ખુલશે. પંજાબના ગુરુદાસપુરમાં 4.5 કિલોમીટર લાંબો રસ્તો બનશે જે પાકિસ્તાનને જોડશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાના નારોવાલ જિલ્લામાં સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખ સમુદાયનું પવિત્ર ધાર્મિક સ્થળ છે. શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીએ જીવનના અંતિમ 18 વર્ષ અહીં વિતાવ્યા હતા અને ત્યાં જ તેમનું દેહાંત થયું હતું.

કરતારપુર કૉરિડોર બનવાથી શીખોના 70 વર્ષનો લાંબો ઇન્તજાર ખતમ થશે. ભારતના કરોડો શીખ ગુરનાનકની સમાધિના દર્શન કરી શકશે. વીઝા વગર પાકિસ્તાનમાં પ્રવેશ મેળવી શકશે.