Pakistan Political Crisis: પાક. સંસદના ડે. સ્પિકરે ઈમરાન સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો, જાણો તમામ અપડેટ્સ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન માટે આજે નિર્ણાયક દિવસ છે. આ દિવસ ઈમરાન ખાનની રાજકીય કારકિર્દી નક્કી કરવા જઈ રહ્યો છે.

gujarati.abplive.com Last Updated: 03 Apr 2022 01:01 PM
ઈમરાન ખાનને મોટી રાહત મળી

અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થાય તે પહેલાં જ પાકિસ્તાન સંસદના ડે. સ્પિકર કૈસરે અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દીધો છે. પ્રસ્તાવ ફગાવાતાં ઈમરાન ખાન સરકારને મોટી રાહત મળી છે.

પાક. સંસદના ડેપ્યુટી સ્પિકરે અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર કર્યો

પાકિસ્તાન સંસદના ડેપ્યુટી સ્પિકરે ઈમરાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર કરીને ફગાવી દીધો છે.

ઈમરાન ખાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર સાથે મુલાકાત કરી હતી.

સંસદની કાર્યવાહી શરૂ

પાકિસ્તાનમાં સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને હવે તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે.

ઈમરાન ખાને પીટીવીની ટીમને પોતાના ઘરે બોલાવી

ઈમરાન ખાન હજુ સંસદ પહોંચ્યા નથી પરંતુ તેમણે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પીટીવીની ટીમને તેમના નિવાસસ્થાને બોલાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ થોડા સમય પછી દેશને સંબોધિત કરશે અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે.

સામૂહિક રાજીનામું ઈમરાન ખાનનું સરપ્રાઈઝ કાર્ડ?

સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમરાન ખાને ગઈકાલે રાત્રે ડિનર પાર્ટી વખતે પોતાના સાંસદોના રાજીનામા લઈ લીધા હતા. ઈમરાન ખાન હવે થોડા સમય પછી દેશને સંબોધિત કરશે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન થોડીવારમાં સંબોધન કરશે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન થોડીવારમાં સંબોધન કરશે. ઈમરાન પાર્ટીના તમામ સાંસદોની સાથે રાજીનામું આપી શકે છે.

ઈમરાન ખાન થોડીવારમાં સંસદમાં પહોંચશે

સંસદની કાર્યવાહી 12 વાગે શરૂ થવાની હતી પરંતુ હજુ સુધી ઈમરાન ખાન સંસદમાં પહોંચ્યા નથી. જોકે, ઈમરાન ખાનના સુરક્ષા અધિકારીઓ સંસદમાં પહોંચી ગયા છે, જે બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે ઈમરાન પણ ટુંક સમયમાં પહોંચી જશે.

ઈમરાન ખાનના 22 બળવાખોર સાંસદો સંસદ પહોંચ્યા

વિપક્ષના 176 સાંસદો સંસદમાં પહોંચ્યા છે. ઈમરાન ખાનના 22 બળવાખોર સાંસદો પણ સંસદમાં હાજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદમાં વિપક્ષ તૈયાર છે અને આ સમયે માત્ર ઈમરાન ખાનના આવવાની રાહ જોઈ રહ્યા છે.

સરકાર સફળ છે, અમે જીતી રહ્યા છીએ - જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી

વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે તેમના વિચારો વ્યક્ત કરતા, હવામાન પરિવર્તન રાજ્ય મંત્રી જર્તાજ ગુલ વઝીરીએ કહ્યું, "હુકુમત (સરકાર) સફળ છે, અમે જીતી રહ્યા છીએ".

ઈમરાન પાસે કોઈ રસ્તો બચ્યો નથી - પૂર્વ પત્ની રેહમ ખાન

ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને કહ્યું કે, હવે ઈમરાન ખાન પાસે કોઈ રસ્તો બચ્યો નથી. ઈમરાન હવે કોઈ પણ રીતે મતદાન અટકાવી શકશે નહીં.

આજે અમે સરપ્રાઈઝ કરીશું - ઉર્જા મંત્રી હમ્માદ અઝહર

રેડિયો પાકિસ્તાનના સંવાદદાતા સાથે વાત કરતા ઉર્જા મંત્રી હમ્માદ અઝહરે કહ્યું કે, આજે અમે એક સરપ્રાઈઝ આપીશું જેનો ઈમરાન ખાને ઉલ્લેખ કર્યો છે.

ઉમર સરફરાઝ ચીમાને પંજાબના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ઉમર સરફરાઝ ચીમાને પંજાબના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ સરકારે પંજાબના રાજ્યપાલ ચૌધરી મુહમ્મદ સરવરને પદ પરથી હટાવી દીધા હતા.

વિપક્ષી દળ પાસે 174 સાંસદોનું સમર્થન

પાકિસ્તાનના વિપક્ષી દળે દાવો કરતાં કહ્યું છે કે, તેમની પાસે 174 સાંસદોનું સમર્થન છે. નવાજ શરીફની પાર્ટીએ 174 સાંસદોની યાદી જાહેર કરીને આ દાવો કર્યો છે.

ઈમરાનની થઈ શકે છે ધરપકડ - શેખ રશીદ

પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે કહ્યું છે કે, સ્થિતિ ઘણી ગંભીર છે. જો ઈમરાન અવિશ્વાસ પ્રસ્તાવના વોટિંગમાં હારી જશે તો વિપક્ષે ઈમરાન ખાનની ધરપકડ કરવાની યોજના બનાવી દીધી છે.


વિપક્ષે સ્પિકર અસદ કૈસર સામે તેમના કાર્યાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવ મુક્યો

પાકિસ્તાન વિપક્ષે સ્પિકર અસદ કૈસર સામે તેમના કાર્યાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવ મુક્યો


એક કલાક બાદ પાકિસ્તાન સાંસદની કાર્યવાહી શરુ થશે

હવે પછીના એક કલાક બાદ પાકિસ્તાન સંસદની કાર્યવાહી શરુ થશે. કાર્યવાહીમાં અવિશ્વાસ પ્રસ્તાવ સામે વોટિંગ થશે


 


પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પહોંચ્યા

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી નેશનલ અસેમ્બલીમાં (સંસદ) પહોંચી ગયા છે.

તે કયામત સુધી ખોટો જ રહેશે - બિલાવલ ભુટ્ટો ઝરદારી

ઈમરાન ખાનના ટ્વીટ પર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પ્રહાર કરતા કહ્યું, "કરબલામાં યઝીદે પણ પોતાને હક તરફ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તે કયામત સુધી ખોટો જ રહેશે." શુક્રવારે ઈમરાને કહ્યું હતું કે, કરબલામાં, એક દુશ્મનનો સામનો કરવો પડ્યો હતો જે તેમના કરતા વધુ તેજ હતો. ઇમામ હુસૈન, તેમના પરિવાર અને તેમના સમર્થકોએ સાચા અને ખોટા વચ્ચે તફાવત કરવા માટે તેમના જીવનની આહુતિ આપી. આજે આપણે અસત્ય અને દેશદ્રોહ સામે સત્ય અને દેશભક્તિ માટે લડી રહ્યા છીએ.





ઈસ્લામાબાદમાં હિંસા કરાવાનું કોઈ ષડયંત્ર નથીઃ PMO

ઈમરાન પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે તેઓ હિંસા ભડકાવી રહ્યા છે. પરંતુ હવે, પ્રધાનમંત્રી કાર્યાલયે આ આરોપને નકારી કાઢ્યો છે. PMOએ કહ્યું કે, ઈસ્લામાબાદમાં હિંસાનું કોઈ કાવતરું નથી. આ આરોપ બિલકુલ પાયાવિહોણા છે, લોકોને કોઈપણ રીતે હિંસા માટે ઉશ્કેરવામાં આવ્યા નથી.

જે સાંસદો વોટ નહીં આપે તેમની સામે કલમ-6 હેઠળ કાર્યવાહી

સંસદમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન છે. PMLNની નેતા મરિયમ ઔરંગઝેબે કહ્યું કે, જે સાંસદો આજે વોટિંગ નહીં કરે તેમના પર કલમ-6 લાગુ પડશે. તેમણે એમ પણ કહ્યું કે, ઈમરાન આવતીકાલે રાજીનામું આપશે.

પાકિસ્તાનના વિપક્ષી દળના નેતાઓ સંસદ પહોંચ્યા

પાકિસ્તાનના વિપક્ષી દળના નેતાઓ સંસદ (નેશનલ એસેંબલી) પહોંચવાનું શરુ થઈ ગયું છે. વિપક્ષનો દાવો છે કે ઈમરાન ખાનની સરકાર પડી જશે.


સંસદની કાર્યવાહી પહેલાં વિપક્ષની બેઠક

સંસદની કાર્યવાહી પહેલાં વિપક્ષની બેઠક બોલાવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, વિપક્ષ આ બેઠકમાં આગળની રણનીતિની ચર્ચા કરશે.


ઈમરાન ખાનની ધરપકડ થાય - મરિયમ નવાઝ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લંડનમાં હુમલો કરવામાં આવ્યો છે. જે બાદ તેમની પુત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજની નેતા મરિયમ નવાજે માંગ કરી છે કે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવે.


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લંડનમાં હુમલો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લંડનમાં હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી પાકિસ્તાનના એક પત્રકારે આપી હતી. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લંડનમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના એક કાર્યકર્તાએ કર્યો હોવાનો આરોપ છે.

ઈમરાન કંઈક એવું કરશે જેથી દેશની આશા નહી ટુટે - ફૈસલ જાવેદ

સુચના અને પ્રસારણ વિભાગની સ્થાઈ સમિતિના અધ્યક્ષ અને ઈમરાન ખાનની પાર્ટીના નેતા ફૈસલ જવેદ ખાને કહ્યું કે, આ દેશ ક્યારે બે લોકોને નહીં સોંપાય. અલ્લાહની મદદથી ઈમરાન ખાન કંઈક એવું કરશે જેથી રાષ્ટ્રની આશા અને ઉમ્મીદ નહી ટૂટે.

બ્રેકગ્રાઉન્ડ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન માટે આજે નિર્ણાયક દિવસ છે. આ દિવસ ઈમરાન ખાનની રાજકીય કારકિર્દી નક્કી કરવા જઈ રહ્યો છે. આજે ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં પોતાની બહુમતી સાબિત કરવાની છે પરંતુ તેઓ હાર માની લેવા તૈયાર નથી તેમ છતાં તેઓ નંબર ગેમમાં પાછળ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાજધાની ઈસ્લામાબાદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા હિંસા રોકવા માટે કલમ-144 લાગુ કરવામાં આવી છે.


ઈમરાન ખાન માટે આજે નક્કી થશે કે તેઓ પાકિસ્તાનના પીએમ રહેશે કે પછી તેઓ પોતાના કાર્યકાળના લગભગ દોઢ વર્ષ પહેલાં જ ખુરશી છોડી દેશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે થનારા વોટિંગમાં તેમને સાંસદોના સમર્થનથી જ જીત મળશે. પરંતુ ઈમરાન ખાન તેમના સમર્થકોને ઉશ્કેરી રહ્યા છે અને તેમને ઈસ્લામાબાદમાં ભીડ એકત્ર કરવા માટે બોલાવી રહ્યા છે. પીટીઆઈના સમર્થકો પણ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.