ઈસ્લામાબાદ: માહિતી અને પ્રસારણ મામલા પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વિશેષ સલાહકાર લેફ્ટિનેન્ટ જનરલ (સેવાનિવૃત) આસિમ સલીમ બાજવાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ શુક્રવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે.

પાકિસ્તાની સેનાના પૂર્વ પ્રવક્તા બાજવા સેનાની દક્ષિણી કમાનના કમાન્ડર પણ રહી ચૂક્યા છે. જો કે, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડર (સીપીઈસી) ઓથોરિટિના અધ્યક્ષ પદે કામ કરતા રહેશે.

વાસ્તવમાં એક વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બાજાવાએ પોતાના પદનો દુરુપયોગ કરીને પોતાની પત્ની, બાળકો અને ભાઈઓને બિઝનેસમાં ફાયદો કરાવ્યો છે. આ આરોપ બાદ બાજવાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.