આ કારણે ઈસ્લામાબાદમાં ઈલેક્ટ્રિક સપ્લાઈ કંપનીએ પ્રધાનમંત્રી સચિવાલયની વીજળી કાપવા નોટિસ મોકલવા મજબૂર થવું પડ્યું છે. એક્સપ્રેસ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી સચિવાલય પર ઈસ્લામાબાદ ઈલેક્ટ્રિક સપ્લાઈ કંપનીનું 41,13,992 રૂપિયાનું બિલ લેણું છે.
કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રધાનમંત્રી સચિવાલય દ્વારા નિયમિત રીતે વીજળીનું બિલ ભરવામાં આવતું નથી. ક્યારેક બિલના રૂપિયા જમા કરાવવામાં આવે છે તો કઈ મહિને નથી કરાવવાં આવતું. ગત મહિનાનું બિલ 35 લાખથી વધારેનું છે. આ કારણે બિલની રકમ વધી ગઈ છે, જો તે જમા નહીં કરાવવામાં આવે તો વીજળી કાપી નાંખવામાં આવશે.
આજે PM મોદી કરાવશે ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત, જાણો વિગત
ધોનીના કરિયરનો ધ એન્ડ ? દક્ષિણ આફ્રિકા સામે ટીમમાં સ્થાન મળવાની શક્યતા નહીંવત
મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે