ઈસ્લામાબાદ: કશ્મીરમાં સીમા રેખા પર હાલત ખરાબ હોવાના કારણે ભારતૃ-પાક વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે પાક ઉચ્ચાયુક્ત અબ્દુલ બસિતનું નિવેદન સામે આવ્યું છે કે પાકિસ્તાન ભારત સાથે કોઈપણ શર્ત વગર વાતચીત કરવા માટે તૈયાર છે.
ઉલ્લેખનિય છે કે પાકિસ્તાની હાઈ કમિશનર અબ્દુલ બસિત આગામી સપ્તાહે હાર્ટ ઓફ એશિયા ક્રોન્ફ્રેંસમાં ભાગ લેવા માટે ઈંડિયા આવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ભારતીય સૈન્યના ઠેકાણા પર થયેલા હુમલા અને તેના જવાબમાં 10 દિવસ બાદ સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આતંકી ઠેકાણા પર હુમલા બાદ ભારત-પાક વચ્ચે તણાવ વધ્યો છે.