ઈસ્લામાબાદ: બોર્ડર પર તણાવને લઈને પાકિસ્તાને રૂ, શાકભાજી અને ખેતીવાડી સાથે જોડાયેલી વસ્તુઓ ભારત પાસેથી મંગાવવા પર રોક લગાવી છે, આ પહેલા પાકિસ્તાને ભારતથી આવનારા લસણ-આદુ પર પણ રેક લગાવી હતી.
સમાચાર પત્ર ડૉન ના રિર્પોટ મુજબ, પાકિસ્તાની ઓફિસરોએ આ પગલુ એલઓસી પર તણાવને કારણે લીધુ છે. પરંતુ રૂના એજન્ટે કહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોટેક્શને કોઈપણ સુચના વગર રૂની આયાત બંધ કરી છે, જેનાથી તેમને નુકશાન થઈ રહ્યું છે. ઉરી આતંકી હુમલા બાદ એલઓસી પર તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાને ધણી વખત સીઝ ફાયરનું ઉલ્લંધન કર્યું છે. ધણા સમયથી ચાલી રહેલા તણાવના કારણે પાકિસ્તાને ઓક્ટોબરમાં ભારત પાસેથી લસણ-આદુ લેવાનું બંધ કર્યું હતું. પાકિસ્તાનના અટારીથી લસણ અને આદુના 42 ટ્રકો એમ કહીને પાછા મોકલી આપ્યા હતા કે આ બંને સેહત માટે સારા નથી, ત્યારબાદ તેમણે ટમેટાની ખરીદી પર પણ રોક લગાવી છે.