નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ભારતે પાકિસ્તાનને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સલાહ આપી છે. સૂત્રોના મતે શનિવારે કહ્યુ હતું કે, પાકિસ્તાન જો આતંકવાદ સામે  લડવા માટે ગંભીર છે તો તેણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ, આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીન અને એવા અન્ય આતંકીઓ ભારતને સોંપી દેવા જોઇએ. આ તમામ ભારતના નાગરિક છે અને ત્યાં પાકિસ્તાનમાં રહે છે.


પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં કેટલાક આતંકીઓની અટકાયત કરવી એ ફક્ત દેખાડો છે. સત્ય વાત એ છે કે પાકિસ્તાને  પુલવામા હુમલા પાછળ જવાબદાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. જો પાકિસ્તાન વાસ્તવમાં સંદેશ આપવા માંગે છે કે તે આતંકવાદ પર ભારતની ચિંતાઓનો હલ કરવા માંગે છે તો તેણે દાઉદ ઇબ્રાહિમ, સલાઉદ્દીન અને એવા અન્ય આતંકીઓને ભારતને સોંપી દેવા જોઇએ જે ભારતીય નાગરિક છે અને આતંકી ઘટનાઓમાં સંડોવાયેલા છે.સૂત્રોના મતે ભારતે પાકિસ્તાનને અન્ક મહત્વપૂર્ણ દસ્તાવેજો સોંપ્યા છે જેમાં પાકિસ્તાનની ધરતી પર ચાલતા આતંકી સંગઠનો અંગેની  જાણકારી છે.