Pakistan In Financial Crisis: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે લોન કરાર પર સહમત થવાની ફરજ પડી છે. પરિણામ એ આવ્યું કે લોન એગ્રીમેન્ટ હેઠળ તે ચીન પાસેથી $2.3 બિલિયનની લોન મેળવી શકશે. પાકિસ્તાનના એક મીડિયા આઉટલેટે ટાંકીને આ માહિતી સામે આવી છે. પાકિસ્તાનને થોડા દિવસોમાં ચીનની બેંકોના કન્સોર્ટિયમ (Chinese consortium of banks ) પાસેથી  2.3 અબજ બિલિયન ડોલરની લોન મળવાની અપેક્ષા છે.


પાકિસ્તાન-ચીન લોન કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે


પાકિસ્તાનના અખબાર ડૉનના અહેવાલ અનુસાર, ચીનના બેંકોના સંઘ અને પાકિસ્તાને પહેલાથી જ 2.3 બિલિયન ડોલરની લોન સુવિધા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તાહ ઈસ્માઈલને ટાંકીને આ કરારની માહિતી બુધવારે 22 જૂને આપી હતી. તેમણે કહ્યું કે આ લોન કરાર હેઠળની રોકડ થોડા દિવસોમાં પાકિસ્તાનને મળે તેવી સંભાવના છે. તેમના ટ્વિટર એકાઉન્ટ પર પાકિસ્તાનના નાણા પ્રધાન મિફતાહ ઈસ્માઈલે લખ્યું હતું કે ગઈકાલે પાકિસ્તાન દ્ધારા હસ્તાક્ષર કર્યા પછી બેંકોના ચાઈનીઝ કન્સોર્ટિયમે આજે 2.3 બિલિયન ડોલરની લોનને મંજૂરી આપી છે. આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રોકડ થોડા દિવસોમાં મળે તેવી શક્યતા છે. અમે આ લેવડદેવડને  સરળ બનાવવા માટે ચીન સરકારનો આભાર માનીએ છીએ.


પાકિસ્તાનના નાણાપ્રધાન ઈસ્માઈલે જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો-ઝરદારીની મુલાકાત અને ચીનના વડાપ્રધાન લી કેકિયાંગ સાથે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની ચર્ચાઓ પછી ચીને લોન આપવા માટે સહમતિ વ્યક્ત કરી હતી.  જો કે, બુધવારની જાહેરાતમાં ઇસ્માઇલે કન્સોર્ટિયમ સાથે થયેલા કરાર અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી.


પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યું?


આ લોન કરાર અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે , "હું રાષ્ટ્રપતિ શી જિનપિંગ, વિદેશ મંત્રી વાંગ યી અને ચીનના લોકોનો આભાર માનું છું. ચીની ફેડરેશને આજે 15 બિલિયન RMB (People's Republic of China -RMB ) લોન સુવિધા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, આભાર. સારા અને ખરાબ દરેક સમયે અમારા સતત સમર્થન માટે પાકિસ્તાનના લોકો આભારી છે.