નવી દિલ્લી: મંગળવારે બકરી ઈદ છે અને તે પહેલા કશ્મીરથી પોકારાયેલી આહ એ આતંકના સૌથી મોટા આકાને ભિખમંગો બનાવી દીધો છે. કશ્મીરના નામ પર નવા કાવતરા ઘડી રહેલા હાફિઝ સઈદ હવે પાકિસ્તાનમાં હાથમાં વાટકો લઈ ભીખ માંગી રહ્યો છે.

હાફિઝ સઈદ જાહેરમાં અપીલ કરી રહ્યો છે કે ભાઈઓ તમારા માલથી મુજાહિદ્દીન ભાઈઓના હાથને મજબૂત બનાવો, જેહાદ રોજા અને નમાઝની જેમ પવિત્ર છે. તેમાં તમે પણ ફાળો આપો.

હાફિઝ સઈદના આતંકી ગ્રુપના એક સંગઠન ફલાઈ-એ-ઈંસાનિયતના ચેરમેન છે. જે હાફિઝ સઈદના કહેવાથી પાકિસ્તાનમાં કરાચીથી ઈસ્લામાબાદ સુધી ફાળાના નામે પૈસા માગી રહ્યો છે.

હાફિઝે ફાળો માગવા માટે આખા પાકિસ્તાનમાં કેમ્પ લગાવ્યા છે. જમાતના આતંકી જાહેરમાં બકરાના નામે 16 હજાર રૂપિયા, ગાયના નામ પર 63 હજાર રૂપિયા અને કુર્બાનીના નામ પર 9 હજાર રૂપિયા વસૂલી રહ્યા છે. કશ્મીરી પરિવારના મદદના નામે દસ હજાર રૂપિયા, કશ્મીરીઓની સારવાર માટે 30 હજાર રૂપિયાની ભિખ હાફિઝ માગી રહ્યો છે.

ફાળા માટે બેનર પોસ્ટરોની સાથે પાકિસ્તાનના પંજાબના વિજયવાલી ગામમાં હાફિઝ સઈદના આતંકીઓ ફરી-ફરીને પૈસા ઉઘરાવે છે.

ગઈ ઈદ બાદ હવે બકરીઈદ પર હાફિઝ સઈદનું આતંકી સંગઠન સાથે જોડાયેલી ફલાઈ-એ-ઈંસાનીયત પાકિસ્તાનમાં લોકો પાસેથી કશ્મીરના નામે ફાળો ઉઘરાવી રહ્યું છે. પણ હવે તેમનો ઉદ્દેશ્ય આ પૈસાથી કશ્મીરમાં ઝેર ઘોળવાનો છે.

હાફિઝ સઈદે કશ્મીરમાં દહેશત ફેલાવવા માટે 3500 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ રાખ્યો થે. ભિખ માંગીને કશ્મીરમાં ફરી અમન લૂંટવાની કોશિશ કરી રહેલા સઈદની આ હરકતનો અંદાજ ભારતીય એજંસીઓને આવી ચૂક્યો છે. આ માટે સરકારે પહલેથી જ દરેક એ રસ્તાને બંધ કરવાની તૈયારી કરી લીધી છે, જેને સહારે હાફિઝે ભીખ માંગીને ભેગા કરેલા પૈસા મોકલાવી શકે.