પાકિસ્તાન ભારત સામે સીધી બાથ નથી ભીડી શકતુ જેથી હવે આજે બેલેસ્ટિક મિસાઇલ 'ગજનવી' ટેસ્ટ કરીને અનેક પ્રકારના સંદેશાઓ આપી રહ્યું છે. કહેવાઇ રહ્યુ છે કે, મિસાઇલ ટેસ્ટ કરવા માટે પાકિસ્તાને પોતાના કરાંચી એરસ્પેસને ત્રણ દિવસ માટે બંધ કર્યુ હતુ.
પાકિસ્તાનની આ બેલેસ્ટિક મિસાઇલનું નામ 'ગજનવી' છે, અને તે સૌથી શક્તિશાળી મિસાઇલમાંની એક છે. 'ગજનવી'ની રેન્જ 300 કિમી છે, જોકે આનો ઉપયોગ હવામાંથી નહીં પણ જમીન પરથી કરી શકાય છે.
પાકિસ્તાનનું નેશનલ ડેવલપમેન્ટ કૉમ્પલેક્સ (NDC) પંજાબ (પાકિસ્તાન)ના ફતેહગંજમાં છે, જ્યાં આને ટ્રેક કરવામાં આવશે. વળી, આ મિસાઇલને બલુચિસ્તાનના વિસ્તારમાં ટેસ્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ચેનલ દુનિયા ટીવી મુજબ બુધવારે એક સેમિનારમાં પાકિસ્તાની મંત્રી શેખ રશીદે કહ્યું કે, ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાની સેના પાસે જે હથિયાર છે તે માત્ર દેખાડવા માટે નહીં પરંતુ ઉપયોગ કરવા માટે પણ છે. અમે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ વારંવાર આ મુદ્દો ઉઠાવીશું અને PoKનો પ્રવાસ કરીશું. પાકિસ્તાન છેક સુધી કાશ્મીર માટે લડતું રહેશે.