Pakistan Tested Artillery Guns Near LOC: પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પાસે 155 mm ટ્રક-માઉન્ટેડ હૉવિત્ઝર તોપ અને અન્ય શસ્ત્રોનું પરીક્ષણ કર્યું છે. પાકિસ્તાનને આ તોપ ચીન પાસેથી મળી છે. બીજીતરફ પાકિસ્તાન ગલ્ફ, પશ્ચિમ યૂરોપિયન દેશો અને તુર્કી સાથે પોતાના સંરક્ષણ સંબંધોને મજબૂત કરવામાં વ્યસ્ત છે.
આ અંગે ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે નિયંત્રણ રેખા (LOC) પાસે 155 mm ગનની હિલચાલ જોવા મળી છે. જેનું નિર્માણ ગલ્ફ દેશની મદદથી ચીની સરકારની એક ડિફેન્સ કંપનીની દેખરેખમાં કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ચીન પાસેથી મળેલી આ બંદૂકોને SH-15નો પ્રકાર માનવામાં આવે છે, જે તેની 'શૂટ એન્ડ સ્કોટ' (હિટ એન્ડ રન) ક્ષમતા માટે જાણીતી છે.
30 કિમી સુધી નિશાન લગાવી શકે છે આ તોપ
પાકિસ્તાન દ્વારા 155 mm ટ્રક-માઉન્ટેડ હૉવિત્ઝર ગનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રકારની વિશેષતાઓ છે. આ તોપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે અનેક પ્રકારના શેલ ફાયર કરીને પોતાના દુશ્મનો પર હુમલો કરી શકે છે. આ તોપની ફાયરપાવરની વાત કરીએ તો તે 30 કિલોમીટર દૂર ઉભેલા દુશ્મનને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે.
વળી, તે એક મિનિટમાં 6 રાઉન્ડ ફાયર કરી શકે છે (10 સેકન્ડ દીઠ 1 રાઉન્ડ). આ સિવાય પાકિસ્તાને એડવાન્સ્ડ M109 તોપનું પણ પરીક્ષણ કર્યું છે. આ તોપની ફાયરિંગ રેન્જ 24 કિલોમીટર સુધીની છે અને તે 40 સેકન્ડમાં 6 શેલ છોડી શકે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તુર્કીએ પાકિસ્તાનની સંરક્ષણ ક્ષમતા વધારવામાં ઘણી મદદ કરી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં તુર્કીની સંરક્ષણ કંપની FNSS દ્વારા બનાવવામાં આવેલી લેટેસ્ટ 105 mm ગનનો પણ સમાવેશ થાય છે. આ ટાંકી બખ્તરને વેધન અને ઉચ્ચ કેલિબર શેલ ફાયરિંગ કરવામાં સક્ષમ છે.
ચીન પાકિસ્તાનની સૈન્ય ક્ષમતાઓને વધારવામાં બની રહ્યું છે સહાયક
ભારત-પાકિસ્તાન અંકુશ રેખા (LOC) પર પાકિસ્તાનની સૈન્ય ક્ષમતાઓને વધારવામાં ચીનની ભૂમિકા રહી છે. ચીને પાકિસ્તાનને બંકરો, માનવરહિત હવાઈ વાહનો (યુએવી), ફાઈટર પ્લેન અને ઘણી અદ્યતન કોમ્યુનિકેશન સિસ્ટમ્સનું બાંધકામ પૂરું પાડ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, ચીનની નોર્થ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ કોર્પોરેશન લિમિટેડ (નોરિન્કો) એ પાકિસ્તાન આર્મીને 56 SH-15 (155 mm કેલિબર) હોવિત્ઝર્સની બીજી બેચ સોંપી હતી.
આ પણ વાંચો
આપણે દરરોજ સવારે નાસ્તામાં બ્રેડ ખાઈએ છીએ, પરંતુ શું આપણે જાણીએ છીએ કે તેના પર છિદ્રો કેમ છે?