રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો છે કે મહામારીનો સૌથી ખરાબ સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા તેની પુષ્ટી નથી કરી રહ્યા. અત્યાર સુધીમાં દુનિયામાં અમેરિકા અંદર વધી રહેલા સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવતા ટ્રમ્પે દેશમાં સૌથી વધુ પરિક્ષણ થતા હોવાની વાત કરી હતી, પરંતુ ઝડપથી થઈ રહેલા મોત પર તેમણે કોઈ ટિપ્પણી નહોતી કરી.
દુનિયાભરમાં શુક્રવાર સુધીમાં કુલ 21,58,076 લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 1,50,000થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે માત્ર છેલ્લા 24 કલાકની અંદર 4591 મોત થયા છે. આ સાથે જ અમેરિકામાં કુલ મૃત્યુઆંક 37 હજારને પાર થયો છે.