Pakistan-US Relation: પાકિસ્તાન હાલ અત્યંત કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ન્યુક્લિયર સ્ટેટની ડિંગ હાંકતા પાકિસ્તાને રીતસરનો કટોરો લઈને દુનિયાભરમાં ભીખ માંગવી પડી રહી છે. અહીં મોંઘવારીનો દર પણ આસમાન આંબી રહ્યો છે. તે દરેક પડોશી દેશ પાસેથી મદદ માંગી રહ્યો છે. આતંકવાદીઓને આશ્રય આપનાર દેશ પાકિસ્તાન આજે પોતે જ આતંકવાદ સામે લડી રહ્યું છે. તેને પોતાને જ નથી સમજાતું કે સર્વાંગી મુશ્કેલીઓનો સામનો કરવો જ કઈ રીતે. ઓછુ હોય તેમ એક સમયે પાકિસ્તાનનું સૌથી ભરોસાપાત્ર મિત્ર કહેવાતું અમેરિકા પણ હવે તેને જોરદાર ઝાટકો આપવાની તૈયારીમાં છે.


અફઘાનિસ્તાન બાદ અમેરિકા હવે પાકિસ્તાન પાસેથી નોન-નાટો સહયોગીનો દરજ્જો પાછો ખેંચવા પર વિચાર કરી રહ્યું છે. અમેરિકન સાંસદે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ અંગે એક બિલ રજૂ પણ કરવામાં આવ્યું છે. આ બિલ અમેરિકન સાંસદ એન્ડી બિગ્સ કેઓરે રજૂ કર્યું છે. યુએસ રાષ્ટ્રપતિ તેના પર હસ્તાક્ષર કરે તે પહેલા બિલને ગૃહ અને સેનેટમાં રજૂ કરવાની જરૂર છે.


અગાઉ આ બિલ પાસ થવામાં નિષ્ફળ ગયું હતું 


જો કે નોન-નાટો સહયોગીનો દરજ્જો પાછો ખેંચવા માટેનું બિલ પાસ થવામાં નિષ્ફળ જાય છે, પરંતુ હવે જે બિલ રજૂ કરવામાં આવ્યું છે તે પાકિસ્તાન સામે અમેરિકી ધારાશાસ્ત્રીઓનો રોષ દર્શાવે છે. જો પાકિસ્તાને તેનાથી બચવું હશે તો તેને અમેરિકી રાષ્ટ્રપતિના વાર્ષિક પ્રમાણપત્રની જરૂર પડશે, જે બિન-નાટો સહયોગીનો દરજ્જો જાળવી રાખવા માટે જરૂરી હોય છે.


અફઘાનિસ્તાનમાંથી દરજ્જો પાછો ખેંચવો


અમેરિકાએ ગયા વર્ષે જ અફઘાનિસ્તાનમાંથી નોન-નાટો સહયોગી દેશનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. અમેરિકા દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું હતું જ્યારે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. બિન-નાટો સાથી તરીકે અમેરિકા અફઘાનિસ્તાનને સંરક્ષણ ક્ષેત્રની સુવિધાઓમાંથી ઘણી રીતે મુક્તિ આપી હતી. અમેરિકાના લગભગ 18 નોન-નાટો સહયોગી અફઘાનિસ્તાન સાથે સંકળાયેલા હતા. અમેરિકાએ વર્ષ 1987માં બિન-નાટો સહયોગીનો દરજ્જો આપવાની શરૂઆત કરી હતી. અમેરિકાએ અત્યાર સુધીમાં બહેરીન, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇઝરાયેલ, જાપાન, જોર્ડન, કુવૈત, મોરોક્કો સહિત 10 અન્ય દેશોને નોન-નાટો સહયોગીનો દરજ્જો આપ્યો છે.


Pakistan : PM મોદી સાથે વાતચીત કરવા તલપાપડ શાહબાઝ પણ પાકિસ્તાને ખોલ્યા પત્તા


પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ભારત સાથે દુશ્મનાવટ ભુલીને વાતચીત માટેની તૈયારી દાખવી હતી. શરીફે યુદ્ધના બદલે પીએમ નરેન્દ્ર મોદી સાથે સકારત્મક અને ગંભીર વાતચીત દ્વાર કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલવાની પહેલ કરી હતી. હવે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે પણ આ મામલે એક નિવેદન નિવેદન જાહેર કર્યું છે.


શાહબાઝ શરીફે એક ટીવી ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, ભારત સાથેના ત્રણ યુદ્ધો બાદ તેમના દેશે તેનો પાઠ શીખ્યો છે. શાહબાઝે આગ્રહ કર્યો હતો કે, તે હવે શાંતિ ઇચ્છે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે કે, પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે, પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ.