Pakistan Airstrike: અફઘાનિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં પક્તિકા પ્રાંતના બરમલ જિલ્લામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાન દ્વારા આ હુમલો 24 ડિસેમ્બરની રાત્રે થયો હતો, જેમાં સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં અસરગ્રસ્ત ગામોમાં લામણ ગામ પણ સામેલ છે જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, આ હુમલો પાકિસ્તાની જેટ દ્વારા કરવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં પક્તિકા પ્રાંતના બરમલ જિલ્લામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાન દ્વારા આ હુમલો 24 ડિસેમ્બરની રાત્રે થયો હતો, જેમાં સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં અસરગ્રસ્ત ગામોમાં લામણ ગામ પણ સામેલ છે જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, આ હુમલો પાકિસ્તાની જેટ દ્વારા કરવામાં આવ્યો હતો.
જો કે પાકિસ્તાને આ હવાઈ હુમલાની સત્તાવાર પુષ્ટી કરી નથી, પરંતુ સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે આ હુમલો અફઘાનિસ્તાનમાં તાલિબાનના અડ્ડા પર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધવાની પણ આશંકા છે.
બરમલ ગામમાં ભારે તારાજી
મળતી માહિતી મુજબ, આ હુમલાથી બરમલના મુર્ગ બજાર ગામમાં ભારે વિનાશ થયો છે. આ મામલે સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકો ઘાયલ થયા છે અને વિસ્તારમાં નુકસાન થયું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.
તાલિબાન સંરક્ષણ મંત્રાલયનું નિવેદન
આ મામલે તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓની સખત નિંદા કરી છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની જમીન અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું તેમનો કાયદેસરનો અધિકાર છે. આ સાથે મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલામાં વજીરિસ્તાનના શરણાર્થીઓ પણ માર્યા ગયા છે.
આરોપ-પ્રત્યારોપ વચ્ચે વધી રહ્યો છે તણાવ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ હુમલો થયો છે. આ મામલામાં પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન આ આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે, જ્યારે અફઘાનિસ્તાને આ આરોપોને નકાર્યા હતા.
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન