Israel Hamas War: ઇઝરાયેલે મંગળવારે (24 ડિસેમ્બર) કબુલ્યુ છે કે તેને ઇરાનની રાજધાની તેહરાનમાં હમાસના ભૂતપૂર્વ વડા ઇસ્માઇલ હનીયેહની હત્યા કરી હતી. આ સાથે તેને યમનમાં હુતી વિદ્રોહીઓના નેતૃત્વને નષ્ટ કરવાની ચેતવણી પણ આપી છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ઈઝરાયેલના રક્ષા મંત્રી ઈઝરાયેલ કાત્ઝને ટાંકીને કહ્યું કે, અમે હુતીઓ પર સખત હુમલો કરીશું. અમે તેમના નેતૃત્વનો નાશ કરીશું - જેમ અમે તેહરાન, ગાઝા અને લેબનૉનમાં હનીએહ, (યાહ્યા) સિનવર અને (હસન) નસરાલ્લાહ સાથે કર્યું હતું, અમે હોદેદા અને સનામાં પણ તે જ કરીશું.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી કાત્ઝે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, "જે કોઈ ઈઝરાયેલ સામે હાથ ઉપાડશે તેનો હાથ કાપી નાખવામાં આવશે."
આ વર્ષે 31 જુલાઇના રોજ તેની હત્યાના લગભગ 5 મહિના પછી ઇઝરાયેલે હનીહના મૃત્યુની જવાબદારી સ્વીકારી છે. અગાઉ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે હમાસના ભૂતપૂર્વ વડાની હત્યાનો ક્યારેય સ્વીકાર કર્યો ન હતો, પરંતુ હમાસ અને ઈરાન સતત ઈઝરાયેલ પર આરોપ લગાવી રહ્યા હતા.
ઇસ્માઇલ હાનિયાની હત્યા કઇ રીતે થઇ ?
31 જુલાઈના રોજ તેહરાનના એક ગેસ્ટહાઉસમાં થયેલા વિસ્ફોટમાં હનીહનું મોત થયું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના ઉદઘાટનમાં હાજરી આપવા માટે હનીયેહના આગમનના અઠવાડિયા પહેલા ઇઝરાયેલી ઓપરેટિવોએ વિસ્ફોટકો રોપ્યા હોવાના અહેવાલ છે. ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે દાવો કર્યો હતો કે હનીયેહને તેમના ઘરની બહારથી છોડવામાં આવેલા "ટૂંકા અંતરના અસ્ત્ર"નો ઉપયોગ કરીને માર્યો ગયો હતો. તેહરાને અમેરિકા પર ઈઝરાયેલના ઓપરેશનને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે આ ક્ષેત્રમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની આશંકા વધી ગઈ હતી, જેના કારણે તેહરાન અને તેના સહયોગી હમાસ અને હિઝબુલ્લાહની ધમકીઓ બાદ યુ.એસ જેટ અને નૌકા યુદ્ધ જહાજો તૈનાત કરવા પડ્યા.
આ પણ વાંચો
Israel: ઇઝરાયલ પર હિઝબુલ્લાહનો મોટો હુમલો, 165થી વધુ મિસાઇલો છોડી, IDFએ જાહેર કર્યો વીડિયો