નવી દિલ્લી: ઉરી આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સબંધ ખરાબ થતો જોવા મળી રહ્યો છે. એક તરફ ભારતમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શિવસેના જેવા સંગઠનોએ પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાની ચેતવણી આપી છે તો બીજી બાજુ પાકિસ્તાનમાં પણ આવા લોકોની કમી નથી જે નફરતની આડમાં માનવીય સંવેદનાઓની સીમાઓ ઓળંગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક VIDEO VIRAL થઈ રહ્યા છે જેમાં એક પાકિસ્તાની વ્યક્તિ પોતાની 5 વર્ષની બાળકીને AK-47 ચલાવતા શીખવાડી રહ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળકી આ વ્યક્તિની પુત્રી છે અને તે ભારત અને વડાપ્રધાન નરેંદ્ર મોદી વિરુદ્ધ કંઈક બોલતા તેને AK47 ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યો છે તે પોતાની બાળકીના સામે આ ખતરનાક બંદૂકથી ફાયરિંગ પણ કરે છે. આ વીડિયો પાકિસ્તાની અખબાર ડેલી ટાઈમ્સના કૉલમનિસ્ટ મોહમ્મદ તકીએ પોતાના ટ્વિટર એકાઉંટ ઉપર શેયર કરી છે. આ વીડિયોને એક હજારથી વધારે લોકો રીટ્વિટ કરી ચૂક્યા છે.