લંડનઃ કોરોનેશન સટ્રીટના અભિનેતા પાકિસ્તાનમાં જન્મેલ માર્ક અનવરને સોશિયલ મીડિયા પર ભારતીયો વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરી હતી ત્યાર બાદ તેને બ્રિટિશ ટીવી શોમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. કાશ્મીરમાં ભારતીય સેનાના એક કેમ્પ પર હૂમલા બાદ તેમણે આ ટિપ્પણી કરી હતી.

વેબસાઇટ 'મિરર ડૉટ કો કૉટ યૂકે'ના મુજબ બ્રિટિશ ટીવી શોમાં શરીફ નજીરનું પાત્ર ભજવનાર અનવરે ટ્વીટર પર ભારતીયો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
માહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવાની માંગ કરવામાં આવી છે. તેના પર અનવરે પોતાના ટ્વિટર એકાંઉટ પર લખ્યું હતું કે, પાકિસ્તાની કલાકાર ભારતમાં કામ કેમ કરવા માગે છે? શું તમને પૈસાથી આટલો બધો પ્રેમ છે.? તેમણે એક મુઢીની તસ્વીર સાથે લખ્યું, 'પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લગાડવામાં આવે પાકિસ્તાન ભારત છોડે.'

પોતાની આ ટિપ્પણી સાથે અનવરે અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમના નિશાન ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાજ શરીફ હતા.

અભિનેતાએ વિવાદ વધતો જોઇને વિવાદાસ્પદ ટ્વિટરને દૂર કરી દીધા હતા. ટીવી નેટર્વક આઇટીવીના પ્રવક્તાએ પોતાની ટિપ્પણીઓનો અસ્વીકાર કરીને કહ્યું કે, ટ્વિટર પર માર્ક અનવરના અસ્વીકાર્ય, વંશીય આક્રમક ટિપ્પણીથી હેરાન છે.

અમે માર્ક સાથે વાત કરી છે પોતાની ટિપણીઓના કારણે 'કોરોનેશન સ્ટ્રીટ'માંથી દૂર કરી દીધા છે.