ઈસ્લામાબાદ: આગામી દિવસોમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની મુશ્કેલીમાં વધોરો થઈ શકે છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે મંગળવારે પનામા પેપર્સ મામલે પાક પ્રધાનમંત્રી નવાઝ શરીફ વિરૂધ્ધ તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાન તહેરિક એ ઈંસાફના અધ્યક્ષ ઈમરાન ખાને પનામા પેપર્સ મામલે નવાઝ શરીફ અને તેમના સંબંધીઓ પર ભષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાન અને અન્યની અરજી પર સુનવણી કરતા નવાઝ શરીફ સામે તપાસના આદેશ આપ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં પનામા પેપર્સમાં આ વાતનો ખૂલાસો થયો કે વિદેશમાં નવાઝના પરિવારની કંપનીઓ અને સંપતિ છે.
મુખ્ય ન્યાયધીશ અનવર જહીર જમાલીના નેતૃત્વમાં પાંચ સદસ્યોની ખંડપીઠે આ સુનવણી હાથ ધરી હતી. આ સુનવણી કેબિનેટ મંત્રીઓ, અરજી કર્તાના વકીલ, પીટીઆઈના વરિષ્ઠ નેતા અને પત્રકારોની હાજરીમાં કરવામાં આવી હતી.