વૉશિંગટનઃ કોરોના સંક્રમણને લઇને એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગૉનના લીક થયેલા ડૉક્યૂમેન્ટમાં ખુલાસો થયો છે કે, કોરોના આગામી વર્ષની ગરમી સુધી રહેશે. બીજી એક ચિંતાની વાત છે, તે સમય સુધી કોરોનાની વેક્સિન પણ તૈયાર નહીં થઇ શકે.
આ દસ્તાવેજોમાં એ પણ ચેતાવણી આપવામાં આવી છે કે, આગામી મહિનાઓમાં કોરોનાનો કેર વધી શકે છે. ટેસ્ટિંગને લઇને પણ દસ્તાવેજમાં ગંભીર વાત કહેવામાં આવી છે. તે પ્રમાણે, ટેસ્ટિંગમાં પણ આ વાતની પુષ્ટિ સો ટકા નથી કરી શકાતી કે કોરોના વાયરસ નથી.
અમેરિકન રક્ષા મંત્રાલયની ઓફિસ પેન્ટાગૉન સાથે જોડાયેલા આ દસ્તાવેજો પર કોઇની હસ્તાક્ષર નથી, એવુ કહેવાઇ રહ્યું છે કે, આ દસ્તાવેજો રક્ષા સચિવ માર્ક ઇસ્પર માટે હૉમલેન્ડ ડિફેન્સ એન્ડ ગ્લૉબલ સિક્યૂરિટીના સહાયક સચિવ ઓફ ડિફેન્સ કેનેથ રપુઆનોએ તૈયાર કર્યા છે. પણ મેમોની અધિકારીક રીતે પુષ્ટિ નથી થઇ.
આગામી મહિનાઓમાં વૈશ્વિક સ્તર પર કોરોના ફેલાવવાનો ખતરો મેમોના અનુસાર, આગામી મહિનાઓમાં કોરોનાનો દુનિયાભરમાં મોટા પાયે ફેલાવવાનો ખતરો રહેશે. કોરોના ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તેની વેક્સિન તૈયાર નહીં થાય. કોરોના વેક્સિન આવવામાં એક વર્ષથી વધુનો સમય લાગી શકે છે, અને કોરોના મહામારી એકવાર ગયા પછી ફરીથી પણ પાછી આવી શકે છે.
લીક મેમોમાં સેનાને લઇને પણ રુપરેખા તૈયાર કરવાની વાત પણ કહી છે, કહેવાયુ છે કે, અમારી પાસે આગળ એક લાંબો રસ્તો છે, અને અમે ફરીથી અમારે ફરીથી મોટા પાયે ફેલાવવાના રોકવાના મિશન પર જોડાઇ જવુ જોઇએ. અમારે ગતિવિધિઓના વધતા સ્તર પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ.
2021ની ગરમી સુધી નહીં જાય કોરોના- અમેરિકન રક્ષા વિભાગના લીક ડૉક્યૂમેન્ટમાંથી થયો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 May 2020 09:57 AM (IST)
આ દસ્તાવેજોમાં એ પણ ચેતાવણી આપવામાં આવી છે કે, આગામી મહિનાઓમાં કોરોનાનો કેર વધી શકે છે. ટેસ્ટિંગને લઇને પણ દસ્તાવેજમાં ગંભીર વાત કહેવામાં આવી છે. તે પ્રમાણે, ટેસ્ટિંગમાં પણ આ વાતની પુષ્ટિ સો ટકા નથી કરી શકાતી કે કોરોના વાયરસ નથી
- - - - - - - - - Advertisement - - - - - - - - -