ચીનના જિલિન પ્રાંતમાં મોટા પાયા પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, વુહાન શહેરમાં પણ કોરોનાના કેસ બાદ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આવુ એટલા માટે કેમકે નવા રૂપમાં કોરોનાની ઓળખ પણ આસાન નથી. નેશનલ હેલ્થ કમિશન સભ્યો ક્યૂઇ હાઇબો અનુસાર આ નવા કેસ અલગ છે, આમાં રોગ પઝરવાની સમયમર્યાદા લાંબી છે, આ દરમિયાન દર્દીમાં કોઇ લક્ષણ નથી દેખાતા. આનાથી આસાનીથી કોરોના સંક્રમણ ફેલાઇ જાય છે. આમાં મોટા ભાગના દર્દીઓને તાવ પણ નથી આવતો, બસ થાક લાગે છે અને ગળુ સુકાઇ જાય છે.
યુઇ હાઇબો ચીનમાં નેશનલ હેલ્થ કમિશનમાં મેડિકલ ટ્રીટમેન્ટ એક્સપર્ટ ગ્રુપના સભ્ય છે, તેમનો દાવો છે કે આ વખતે લક્ષણો અલગ છે. હવે પહેલાની જેમ તાવ, શરદી, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ નથી થતી, એટલા માટે આને ફેલાવવાની આશંકા વધુ છે. જોકે, આ પહેલા કોરોનાથી થોડુ ઓછો ખતરનાક છે.
ક્યૂઇ હાઇબોએ જણાવ્યુ- વુહાનમાં અમે જોયુ કે દર્દીઓના કપડાં, હ્રદય કિડની અને પેટના આંતરડાને નુકશાન પહોંય્યુ હતુ. પણ જે વિદેશથી જે કોરોના કેસ આવી રહ્યાં છે તેમાં માત્ર ફેફસામાં વધારે નુકશાન થઇ રહ્યું છે.
ચીનમાં સરકારી આંકડા અનુસાર ચીનમાં કુલ 82965 કેસ છે, છેલ્લા 24 કલાકમાં ચીનમાં માત્ર 5 કેસ સામે આવ્યા છે. ચીનનો દાવો છે કે કોરોનાથી ચીનામાં 4634 દર્દીઓના મોત થયા છે. હવે ચીનમાં માત્ર 87 કેસો એક્ટિવ રહી ગયા છે. એક્સપર્ટ માને છે કે માત્ર લક્ષણમાં જ નહીં જે સિક્વન્સમાં કોરોનાનો વાયરસ પહેલા વાળાતી અલગ છે.
ક્યૂઇ હાઇબો અનુસાર, જે સિક્વન્સની વાત કરીએ તો નવા કેસોમાં, જે વિદેશથી આવ્યા છે, તેમા ફરક છે. નવા કેસોના વાયરસ હુવાઇમાં મળેલા વાયરસમાં બદલાયેલો દેખાઇ રહ્યો છે. ચીને વાયરસ પર કબજો કર્યો છે પણ જિલિન પ્રાંતમાં 133 કેસ સામે આવ્યા છે, જ્યારે વુહાનમાં એક કેસ ફરીથી મળ્યો છે, આ પછી મોટા પાયે કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.