ઘટના ચીનના પૂર્વ શહેર જીબોની છે. અહીં એક વ્યક્તિ ઘરના દરવાજાની પાસે અચાનક ડુંગળીથી ભરેલ અનેક પેકેટ્સનો ઢગલો થઈ ગયો. આ ઘરમાં રહેનાર વ્યક્તિને ખબર પણ ન પડી કે ક્યારે તેના દરવાજા પર એક હજાર કિલો ડુંગળી આવી ગઈ.
‘હું 3 દિવસ રોઈ, હવે તારો વારો’
અંગ્રેજી અખબાર ડેલી મેલના અહેવાલ અનુસાર, ડુંગળીનો આ ઢગલો ઝાઓ નામની એક મહિલાએ મોકલાવ્યો, જે એ ઘરમાં રહેતા એક વ્યક્તિની પૂર્વ પ્રેમિકા હતી. રિપોર્ટ અનુસાર બન્ને વચ્ચે અંદાજે એક વર્ષ સુધી સંબધ રહ્યા, પરંતુ હાલમાં જ જ્યારે ઝાઓને ખબર પડી કે તેનો પ્રેમી તેને દગો આપી રહ્યો છે, તો તેમે સંબંધ ખત્મ કરી દીધા.
રિપોર્ટ્સ અનુસાર સંબંધ ખત્મ થયા બાદ મહિલા ખૂબ જ દુખી હતી અને રડતી રહી. તેનો જ બદલો લેવા માટે મહિલાએ પોતાના પૂર્વ પ્રેમીના ઘરના દરવાજે ડુંગળી મોકલી દીધી. તેણે એક નોટ પણ મોકલી, જેમાં લખ્યું હતું,- ‘હું સતત 3 દિવસ સુધી રડી, હવે રોવાનો તારો વારો છે.’
‘એક્સ ગર્લફ્રેન્ડ ખૂબ જ ડ્રામેબાજ હતી’
પૂર્વ પ્રેમીના ઘરની પાસે ડુંગળીનો ઢગલાની તસવીરો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબોમાં ખૂબ વાયરલ થઈ ગઈ. વ્યક્તિએ ચીનની ન્યૂઝ વેબસાઈટ શેનડોંગ નેટ સાથે વાત કરતાં કહ્યું કે, “મારી એક્સ ગર્લફ્રેન્ડ ખૂબ જ ડ્રામેબાજ હતી. તે બધાને કહી રહી તી કે બ્રેકઅપ બાદ હું રડ્યો નથી. શું તેનાથી હું ખરાબ વ્યક્તિ બની ગયો છું?”
આ વ્યક્તિએ કહ્યું કે, તેણે પોતાની ગર્લફ્રેન્ડને અજીબો ગરીબ વ્યવહારને કારણે બ્રેકઅપ કર્યું હતું અને બન્નેએ સહમતિથી આ નિર્ણય કર્યો હતો. જોકે મહિલાની આ હરકતથી એ વ્યક્તિના પાડોશી પણ હેરાન છે, કારણ કે સમગ્ર વિસ્તારમાં ડુંગળીની ગંધ ફેલાઈ ગઈ છે.