નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે એક ઇન્ટરવ્યૂમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તેના કાર્યકાળમાં જૈશ-એ-મોહમ્મદની મદદથી ભારત પર બોમ્બ વર્ષા કરવામાં આવી હતી.
પાકિસ્તાની પત્રકારને આપેલ ઇન્ટરવ્યૂમાં પરવેઝ મુશર્રેફે હાલના સમયમાં પાકિસ્તાન દ્વારા જૈશ એ મોહમ્મદ પર કરવામાં આવેલ કાર્રવાઈનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, જે સમયે તે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા ત્યારે જૈશ એ મોહમમ્દે તેના પર બે હુમલા કરાવ્યા હતા. પત્રકારે આ ઈન્ટરવ્યૂની બે મિનિટની ક્લિપ ટ્વિટર પર પાંચ માર્ચના રોજ પોસ્ટ કરી હતી ચ
પરવેઝ મુશર્રફે કહ્યું કે, આ એક સારું પગલું છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે, જૈશ-એ-મોહમ્મદ એક આતંકી સંગઠન છે. આ આતંકી સંગઠન વિરૂદ્ધ કાર્રવાઈ થવી જોઈએ.