Pervez Musharraf Health Updates: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ  (Pervez Musharraf) ત્રણ સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત ગંભીર છે. મુશર્રફ  (Pervez Musharraf) 2001 से 2008 સુધી રાષ્ટ્રપતિ રહ્યા છે. પૂર્વ સેના પ્રમુખની તબિયતને લઈને તેમના પરિવારે કહ્યું ''તેઓ વેન્ટીલેટર પર નથી. પોતાની બીમારીને લઈ ત્રણ સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે.  એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાંથી રિકવરી શક્ય નથી. ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમના માટે પ્રાર્થના કરો.''


 






મુશર્રફના નજીકના સહયોગી અને પૂર્વ સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું કે મુશર્રફ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની એક હોસ્પિટલમાં દાખલ છે.


મુશર્રફને ભાગેડુ જાહેર કર્યા


ભૂતપૂર્વ લશ્કરી તાનાશાહ  જનરલ પરવેઝ મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. ઈમરાન ખાન સરકારમાં માહિતી મંત્રી રહેલા ફવાદ ચૌધરી એક સમયે મુશર્રફના પ્રવક્તા હતા. ચૌધરીએ કહ્યું કે તેમણે મુશર્રફના પુત્ર સાથે વાત કરી હતી, જેણે પૂર્વ રાષ્ટ્રપતિ બીમાર હોવાની પુષ્ટિ કરી હતી.


મુશર્રફને પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા અને લાલ મસ્જિદના મૌલવીની હત્યાના કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ સૈન્ય શાસક માર્ચ 2016માં સારવાર માટે દુબઈ ગયા હતા અને ત્યારથી પરત ફર્યા નથી.


માર્ચ 2016થી જનરલ પરવેઝ મુશર્રફ દુબઈમાં


માર્ચ 2016થી જનરલ પરવેઝ મુશર્રફ દુબઈમાં રહેતા હતા. તેમની ઉપર વર્ષ 2007માં બંધારણને રદ્દ કરવા સહિત વિવિધ પ્રકારના આરોપો લાગ્યા હતા. ભૂતપૂર્વ લશ્કરી  વડા તબીબી સારવાર માટે દુબઈ ગયા હતા અને ત્યાંથી પરત ફર્યાં ન હતા. આ માટે તેમણે સુરક્ષા તથા સ્વાસ્થ્યને લગતા કારણો રજૂ કર્યા હતા.