નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પુલવામાં હુમલાની ટીકા કરતા કહ્યું કે, આ હુમલો ખૂબ જ અમાનવીય હતો. ઇન્ડિયા ટુડે સાથે ખાસ વાતચીતમાં મુશરર્ફે પુલવામા હુમલાની ટાકી તો કરી, પરંતુ તેમણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, જો પાકિસ્તાન પર હુમલો કર્યો તો તે મોદીના જીવનની સૌથી મોટી ભૂલ હશે. મુશરર્ફે કહ્યું કે, પાકિસ્તાનને ધમકી દેવાનું બંધ કરો. તમે અમને પાઠ નહીં ભણાવી શકો.
ઉપરાંત મુશર્રફે પાકિસ્તાની સરકારનું સમર્થન કરતા કહ્યું કે, ‘પુલવામા હુમલામાં જૈશનો હાથ હતો, તેમાં ઇમરાન સરકારની કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી. તેથી પાકિસ્તાનને દોષી ગણાવવાનું બંધ કરો. મારી જૈશ પ્રત્યે કોઈ સંવેદના નથી. આ હુમલો જૈશ-એ-મહોમ્મદે કર્યો છે ન કે પાકિસ્તાનની સરકારે. જૈશે મારા પર પણ હુમલો કરવાના પ્રયત્નો કર્યા હતા.’ તેમણે કહ્યું કે, ‘આ હુમલા બાદ ભારતમાં જે માહોલ બન્યો છે તે ઘણો ઉશકેરણી જનક છે. ભારતીય ટીવી ચેનલ પર પાકિસ્તાનને ગાળો આપવામાં આવી રહી છે, જે બિલકુલ યોગ્ય નથી.’
ઉપરાંત પીએમ મોદાના નિવેદનને લઈને મુશર્રફે કહ્યું કે, ‘જો પાકિસ્તાન પર હુમલો કરવામાં આવશે તો આ મોદીના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે.’ તેમણે કહ્યું કે,‘પીએમ મોદી કહે છે કે મારા દિલમાં આગ છે. હું કહું છું કે જ્યારે ત્યાં કાશ્મીરીઓને મારવામાં આવે છે ત્યારે મારા દિલમાં પણ વધુ આગ લાગે છે. કાશ્મીરી બાળકોની આંખોમાં ગોળી મારવામાં છે, ત્યારે મારી આંખોમાં આંસુ આવે છે.’