મોઝાબ્મિકમાં પેટ્રોલ ભરેલા ટ્રકમાં વિસ્ફોટ થતા 73 લોકોના મોત, દર્જન જેટલા લોકો દાજ્યા
abpasmita.in | 18 Nov 2016 08:44 AM (IST)
માતુપાઃ પશ્ચિમ મોઝામ્બિકમાં પેટ્રોલ ભરેલા એક ટ્રકમાં અચાનક વિસ્ફોટ થતા 73 વધુ લોકો મૃત્યું પામ્યા હતા. એક દર્જન જેટલા લોકો દાજી ગયા હતા. સરકારે એક નિવદેનમાં આ ઘટના અંગે માહિતી આપી હતી. સરકારે જણાવ્યું હતું કે, તેતે પ્રાંતમાં જ્યારે લોકો ટ્રકમાંથી પેટ્રોલ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ કર્તાઓની શરૂઆતમાં જાણવા મળ્યું છે કે, ગર્મીના લીઘે ટ્રકમાં વિસ્ફોટ થયો હતો. તેની ઝડપમાં આવવાથી 73 લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મેળવવા માટે સરકારે પ્રતિનિધીઓના દળને ઘટના સ્થળે મોકલ્યા છે.