નવી દિલ્લી: સ્વિડનના કેંદ્રીય બેંક રિક્સસબેંક ઈ-કરેંસી જાહેર કરવા પર વિચાર કરી રહી છે. જો બેંક દ્વારા આમ કરવામાં આવશે તો તે દુનિયાનો પ્રથમ દેશ બનશે જે ઈ-કરેંસી જાહેર કરે. રિક્સીસબેંકના ડેપ્યૂટી ગર્વનર સીસિલીયા સ્કાઈગ્જલીએ બુધવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી.સીસિલીયાના અનુસાર નકદના ઓછા ઉપયોગને જોઈને બેંક આ નિર્ણય લેવાનો વિચાર કરી રહી છે. આશરે 300 વર્ષ પહેલા યૂરોપમાં પ્રથમ વખત સ્વિડનમાં બેંકમાં નોટનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ધણા વર્ષોથી નોટોના ઉપયોગમાં ઓછો થયો છે. હાલ બેંકનોટ સ્વીડનના ધરેલું ઉત્પાદનમાં જીડીપી 1.5 પ્રતિશત છે જ્યારે 1950માં આ 10 પ્રતિશત હતું. સ્વીડનમાં ધણી દુકાનોમાં કેશ લેવાનું બંધ કરી દિધુ છે. નકદ ઓછા હોવાને કારણે નકદ નિકાસના એટીએમની સંખ્યા પણ ઓછી થઈ છે.
ઈ-કરેંસી અથવા ડિજિટલ કરેંસી આમ ડેબિટ કાર્ડની જેમ જ કામ કરે છે. આ કારણે ઈંટરનેટના માધ્યમમાં વ્યવહાર થઈ શકે છે. ઓનલાઈન સ્ટોર પર ઈ-કરેંસીનો ઉપયોગ વધી રહ્યો છે. સિસીલીયાએ મીડિયાને કહ્યું કે સ્વીડન આ મામલે ધણું આગળ છે. આપણે બીજા દેશોની નકલ કરવાની જરૂર નથી કારણે દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જે નોટ અને સિક્કાનો ઉપયોગ બંધ કરવામાં આપણો મુકાબલામાં હોય.
સીસિલીયાએ પત્રકારોને કહ્યું એવા લોકોની મોટી સંખ્યા છે જે જુદા-જુદા કારણે પરંપરાગત રીતે બેંક સુધી નથી પહોંચી શકતા અથવા બેંકો સુધી પહોંચવું તેમના માટે સંભવ નથી. ઈ-કરેંસી બિટક્વાઈટ છેલ્લા ધણા વર્ષોમાં વિવાદીત રહી છે. વિવાદોની સાથે તે ઈંટરનેટ પર લોકપ્રિય પણ થઈ રહી છે. વિશેષજ્ઞોના મતે ઈ-કરેંસીના કારણે પૈસાની હેરાફેરી અને કાળાનાણામાં બદલવાની સંભાવનાઓ વધી જશે. માટે ઈ-કરેંસી કાગળની નોટ કરતા વધુ અસુરક્ષિત સાબિત થઈ શકે છે.
બેંક નોટ હાલના સમયે ભારતમાં પણ ચર્ચાનો વિષય છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા 500 અને 1000ના દરની નોટો પર બેન લગાવ્યા બાદ નકદ માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. નોટબંધી પર સરકારે કહ્યું કે કાળુનાણું બહાર આવશે અને ભારત નકદ મુક્ત અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે