સિંધ, પાકિસ્તાન: પાકિસ્તાનના રસ્તાઓ પર આઝાદી આઝાદીના નારા લગાવવામાં આવી રહ્યા છે, આંદોલન કરી રહેલા લોકો પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પોસ્ટર સાથે પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલા લોકો અલગ સિંધુ દેશ બનાવવાની માંગ કરી રહ્યા છે. રવિવારે લોકો પાકિસ્તાનના સિંધ પ્રાંતના લોકો દુનિયાભરના ઘણા નેતાઓના પોસ્ટર લઈ રસ્તાઓ પર આંદલોન કરવા માટે ઉતર્યા હતા. લોકએ વિશ્વના નેતાઓ પાસે અલગ સિંધુ દેશ બનાવવા મદદની માંગ કરી છે.




પાકિસ્તાના સુરક્ષાદળે આ પ્રદર્શનને કચડી દેવાનો પ્રયાસ પણ કર્યો. સુરક્ષાદળોએ લોકોના ઘરે દરોડા કરી પોસ્ટર અને બેનરો જપ્ત કર્યા હતા. રાજનીતિક કાર્યકર્તાઓને ઘરમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે. આધુનિક સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપક મનાતા જીએમ સૈયદની 117મી જયંતી હતી. સુરક્ષાદળોના કડક બંદોબસ્ત છતા લોકો જીએમ સૈયદની જયંતી ઉજવવા રસ્તાઓ પર ઉતર્યા હતા.

નોંધનિય છે કે આ રેલીમાં મોદી ઉપરાંત બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, ફ્રાન્સના પ્રમુખ ઇમૈનુઅલ મૈક્રો, સાઉદી અરબના પ્રિંસ મોહમંદ બિન સલમાન અને અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડન, જર્મન ચાંસેલર એન્જલા મર્કેલ સહિતના વિશ્વના જાણીતા નેતાઓના પોસ્ટર દેખાયા હતા અને બધાની પાસે અલગ દેશની જોરદાર માંગ કરવામાં આવી છે.