Shocking Stunt Video: આ દિવસોમાં સોશિયલ મીડિયા યુઝર્સ કેટલાક અદ્ભુત અને રોમાંચક વીડિયો જોવાનું ખૂબ પસંદ કરે છે. આ જ કારણ છે કે આપણને સોશિયલ મીડિયા પર આવા વીડિયો જોવા મળે છે, જેને જોઈને આપણને આપણી પોતાની આંખો પર વિશ્વાસ નથી થતો.

Continues below advertisement


હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પ્લેનના પાયલટની કુશળતા જોઈને દરેક દંગ રહી જાય છે. પહેલી નજરે વિડિયો જોઈને તમને લાગશે કે પ્લેનને જગલિંગ કરી રહેલા પાઈલટે પોતાનો કાબૂ ગુમાવી દીધો છે અને તેનું એરપ્લેન કપાયેલી પતંગની જેમ નીચે પડી રહ્યું છે.


સ્ટંટ જોઈને શ્વાસ અધ્ધર થઈ ગયા...


આ દ્રશ્ય જોઈ યુઝર્સના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે પાઈલટ તેના પ્લેનને કંટ્રોલ કરે છે અને તેને સરળતાથી ઉડાડવા લાગે છે. ત્યારે તમને જણાવી દઈએ કે, પાયલટનો પોતાના પ્લેન પર શરૂઆતથી જ કંટ્રોલ હતો. તે ફક્ત તેના કરતબ બતાવી રહ્યો હતો, જે તેના સ્ટંટનો એક ભાગ છે.




વીડિયો વાયરલ થયો...


વાયરલ થઈ રહેલી આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાસ વિઝ્યુઅલ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. જેને જોઈને યુઝર્સના શ્વાસ અધ્ધર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, વીડિયોને સોશિયલ મીડિયા પર 8 લાખથી વધુ લાઈક્સ અને 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, દરેક પાયલોટની કુશળતાના વખાણ કરતા જોવા મળે છે.