SCOમાં ઈમરાન ખાને વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું નહીં? જુઓ આ રહ્યો વીડિયો
abpasmita.in | 15 Jun 2019 09:13 AM (IST)
હોલમાં કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને અન્ય નેતા પહોંચ્યા ત્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તેમની સીટ પર જ બેઠેલા રહ્યા હતા.
ગુરૂવારથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સમિટમાં સામેલ થયા હતાં. ઈમરાન ખાન આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર તેમની એક ભૂલના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતાં. જેના કારણે તેઓ સોશિયેલ મીડિયા પર ટ્રોલ થયા હતાં. એસસીઓ સમિટના ઉદ્ધાટન સમયે જ્યારે દરેક દેશના રાષ્ટ્રાધ્યક્ષ આવી રહ્યા હતા ત્યારે દરેક વૈશ્વિક નેતાઓ ઉભા રહીને તેમનું સ્વાગત કરતા હતા પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાની ખુરશી પરથી ઊભા થયા જ ન હતાં અને બેઠેલા જ જોવા મળ્યાં હતાં. ઈમરાન ખાનની આ ભૂલના કારણે તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણાં ટ્રોલ થયા હતાં. હોલમાં કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને અન્ય નેતા પહોંચ્યા ત્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તેમની સીટ પર જ બેઠેલા રહ્યા હતા. બાકી દરેક દેશના નેતાઓ હોસ્ટ દેશના પ્રમુખનું સ્વાગત કરી રહ્યા હતા. ઈમરાન ખાનને બીજા નેતાઓએ ઉભા થવા માટે ટોક્યા પણ હતા તેથી તેઓ એક વાર ઉભા થયા અને ફરી પાછા ખુરશીમાં બેસી ગયા હતા.