PM Modi US Visit: પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. ત્યાર બાદ બન્ને નેતાઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. જોઈન્ટ સ્ટેટમેન્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, ભારત અમેરિકાના સંબંધો મજબૂત છે. આજે અમારી ભાગીદારી વધારવા પર વાત થઈ છે. આ ભાગીદારી વિશ્વમાં સૌથી વધુ મજબૂત સંબંધોમાં એક છે જે ઇતિહાસમાં કોઈ પણ સમયે વધુ મજબૂત છે. યુક્રેન યુદ્ધને લઈને પણ વાત થઈ છે.


 






શું કહ્યું પીએમ મોદીએ?
સંયુક્ત નિવેદન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત-અમેરિકાની ભાગીદારી વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. ભારત-અમેરિકા સંબંધોના ઈતિહાસમાં આજનો દિવસ ખાસ છે. આજની ચર્ચાઓ અને મહત્વપૂર્ણ નિર્ણયો અમારી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવા અધ્યાયને ચિહ્નિત કરે છે. તેનાથી એક નવી દિશા અને નવી ઉર્જા મળી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે આર્ટેમિસ એગ્રીમેન્ટમાં જોડાવા માટે સંમત થયા છીએ. આ સાથે અમે અમારા અંતરિક્ષ સહયોગમાં એક નવી છલાંગ લગાવી છે.


PM મોદીએ લઘુમતીઓની સુરક્ષાના પ્રશ્ન પર વાત કરી
ભારતમાં લઘુમતીઓની સુરક્ષાને લઈને એક પત્રકારના સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે, તમે કહો છો કે, લઘુમતીઓની સુરક્ષા વિશે લોકો આવું કહે છે. ભારત અને અમેરિકા બંનેના ડીએનએમાં લોકશાહી છે. અમે તેને જીવીએ છીએ. બંધારણના રુપમાં ઢાળવામાં આવી છે. ભારતમાં કોઈપણ ભેદભાવને સ્થાન નથી. ભારતમાં સૌના સાથ અને સૌના વિશ્વાસ સાતે કામ થાય છે. તમામ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે.


 






બેંગલુરુ અને અમદાવાદમાં કોન્સ્યુલેટ ખોલવાનો નિર્ણય 
પીએમ મોદીએ કહ્યું કે વ્હાઇટ હાઉસમાં આટલી મોટી સંખ્યામાં ભારતીય લોકોની હાજરી એ વાતનો પુરાવો છે કે ભારતીય-અમેરિકનો જ આપણા સંબંધોની વાસ્તવિક તાકાત છે. અમે આ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે બેંગલુરુ અને અમદાવાદમાં કોન્સ્યુલેટ ખોલવાના યુએસના નિર્ણયને આવકારીએ છીએ.