Narendra Modi in America : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાની મુલાકાતના ભાગરૂપે વ્હાઈટ હાઉસ આવી પહોંચ્યા હતાં. અહીં તેમનું પ્રમુખ જો બાઈડેન અને તેમના પત્ની જીલ બાઈડને આવકાર્યા હતાં. આ દરમિયાન વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈડેન ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ઘણા અધિકારીઓ અહીં હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ 30 વર્ષ પહેલાનો એક કિસ્સો કહી સંભળાવ્યો હતો. 


વ્હાઈટ હાઉસમાં મુલાકાત બાદ પીએમ મોદી પહેલા પીએમ મોદી અને જો બાઈડનનું ટુંકુ ભાષણ થયું હતું. સૌથી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પીચ આપી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ પોતાનું ભાષણ આપ્યું હતું જેમાં તેમણે વિશ્વશાંતિને લઈને પ્રતિબદ્ધતા દાખવી હતી અને અમેરિકા સાથે મળીને ભવિષ્યમાં આ દિશામાં કામ કરતા રહેવાની પ્રતિબદ્ધતા દાખવી હતી. 






પીએમ મોદીએ શુંં કહ્યું?  


પીએમ મોદીએ આ અવસર પર કહ્યું હતુંં કે, આ પહેલીવાર છે જ્યારે વ્હાઇટ હાઉસને ભારતીય-અમેરિકન સમુદાય માટે આટલી મોટી સંખ્યામાં ખોલવામાં આવ્યું છે. પીએમએ કહ્યું હતું કે, બંને દેશોના બંધારણ લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે. એટલા માટે આપણા બંને દેશોને આપણી વિવિધતા પર ગર્વ છે. પીએમએ વધુમાં કહ્યું હતું કે, કોવિડ પછીના સમયગાળા પછી સંજોગો બદલાઈ રહ્યા છે, તેથી બંને દેશો વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરવા તૈયાર છે.


પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમુદાયના લોકો તેમની મહેનત અને સમર્પણથી અમેરિકામાં ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે. તમે અમારા સંબંધની સાચી તાકાત છો. મને આ સન્માન આપવા બદલ હું રાષ્ટ્રપતિ બિડેન અને ડૉ. જીલ બિડેનનો આભાર માનું છું.






પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, આ સન્માન ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. અમેરિકામાં રહેતા 40 લાખ ભારતીયો માટે પણ આ સન્માનની વાત છે. હું આ માટે બાઈડેનનો હૃદયપૂર્વક આભાર માનું છું.


વિશ્વશાંતિ માટેનો નિર્ધાર


પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતુ કે, કોવિડ પછીના યુગમાં વિશ્વ વ્યવસ્થા નવો આકાર લઈ રહી છે. આ સમયગાળા દરમિયાન ભારત અને અમેરિકાની મિત્રતા સમગ્ર વિશ્વની તાકાત વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારત અને અમેરિકા વૈશ્વિક ભલાઈ અને શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.


પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, હું બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરવા જઈ રહ્યો છું. મને આશા છે કે ભવિષ્યની જેમ આ વાતચીત પણ સકારાત્મક અને અપેક્ષાઓથી ભરેલી હશે.