BRICS summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બુધવારે (23 ઓક્ટોબર) રશિયામાં બ્રિક્સ સમિટની બાજુમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જે મે 2020 માં પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ વકર્યો હતો તે પછી તેમની પ્રથમ બેઠક હશે. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા મિસરીએ કહ્યું, "હું પુષ્ટિ કરું છું કે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે."
અગાઉ નવેમ્બર 2022 માં મોદી અને જિનપિંગ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા G-20 નેતાઓ માટે આયોજિત રાત્રિભોજનમાં એકબીજાને મળ્યા હતા. તે પછી ગયા વર્ષે ઓગસ્ટમાં પણ ભારતીય વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિએ જોહાનિસબર્ગમાં બ્રિક્સ સંમેલનમાં ટૂંકી અને અનૌપચારિક વાતચીત કરી હતી.
બંને દેશો વચ્ચે પાંચ વર્ષ બાદ આ ઔપચારિક બેઠક થઈ રહી છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ, ખાસ કરીને ગલવાન ખીણના મુદ્દા પર સહમતિ સધાઈ છે. વર્ષ 2020માં પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલુ હતો.
આ ઘટના પછી બંને દેશો વચ્ચે ઘણીબધી રાજદ્વારી અને સૈન્ય મંત્રણા થઈ, પરંતુ તણાવ યથાવત રહ્યો. હવે જ્યારે બંને દેશોના વિદેશ મંત્રાલયોએ ગલવાન મુદ્દે સર્વસંમતિની પુષ્ટિ કરી છે, ત્યારે આ બેઠક સંબંધોમાં નવો વળાંક લાવી શકે છે.
મોદી-જિનપિંગની મુલાકાતોનો ઇતિહાસ -
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ અત્યાર સુધીમાં 20 વખત મળ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય પરિષદો દરમિયાન અનૌપચારિક બેઠકોનો પણ સમાવેશ થાય છે. બંને નેતાઓ 2014માં બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન પ્રથમ વખત મળ્યા હતા. ત્યારથી, બંને નેતાઓ વચ્ચે વેપાર, સરહદ વિવાદ અને અન્ય વ્યૂહાત્મક મુદ્દાઓ પર ઘણી વાતચીત થઈ છે. જોકે છેલ્લા ચાર વર્ષમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધતા તણાવને કારણે વાતચીતની ગતિ ધીમી પડી ગઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 વાર કર્યો ચીનનો પ્રવાસ -
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વખત ચીનની મુલાકાતે ગયા છે. જેમાંથી 4 વખત ગુજરાતના સીએમ રહીને અને 5 વખત પીએમ પદ પર રહીને.
વડાપ્રધાન તરીકે ક્યારે-ક્યારે થઇ મોદી અને શી જિનપિંગની મુલાકાત -
પ્રથમ બેઠક 15 જુલાઈ 2014ના રોજ બ્રાઝિલમાં આયોજિત છઠ્ઠી બ્રિક્સ સમિટમાં થઈ હતી.
સપ્ટેમ્બર 2014 માં શી જિનપિંગ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે મોદીએ તેમને ગુજરાતની આસપાસ લઈ ગયા હતા. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક પણ હતી.
નવેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાયેલી G-20 સમિટમાં BRICS દેશોના નેતાઓ મળ્યા હતા.
મે 2015માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પ્રથમ વખત ચીનની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ શી જિનપિંગને મળ્યા હતા અને 26 કરારો પર ડીલ કરવામાં આવી હતી.
જુલાઈ 2015માં મોદી 3 દિવસની મુલાકાતે રશિયા ગયા હતા, જ્યાં તેઓ શી જિનપિંગને મળ્યા હતા.
જૂન 2016માં બંને દેશોના નેતાઓ ઉઝબેકિસ્તાનમાં મળ્યા હતા.
પીએમ મોદી અને શી જિનપિંગ સપ્ટેમ્બર 2016માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી G-20 સમિટમાં મળ્યા હતા. ત્યારે ભારતે પીઓકેમાંથી થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓ પર ભાર મૂક્યો હતો.
પીએમ મોદી ઓક્ટોબર 2016માં ગોવામાં આયોજિત બ્રિક્સ સમિટમાં શી જિનપિંગને મળ્યા હતા. તે પછી પણ ફંક્શનની બાજુમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.
શી જિનપિંગ અને મોદી જૂન 2017માં ભારત પ્રથમ વખત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્ય બન્યા તે પ્રસંગે મળ્યા હતા.
જુલાઈ 2017 માં શી જિનપિંગ અને મોદી હેમ્બર્ગમાં G20 સમિટમાં મળ્યા હતા.
શી જિનપિંગ અને મોદી સપ્ટેમ્બર 2017માં ચીનના ઝિયામેન શહેરમાં આયોજિત 9મી બ્રિક્સ સમિટમાં મળ્યા હતા.
એપ્રિલ 2018 માં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીનના વુહાનમાં એક સમિટમાં એકબીજાને મળ્યા હતા.
PM મોદી અને શીની મુલાકાત જૂન 2018 માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) માં થઈ હતી.
નવેમ્બર 2018 માં પીએમ મોદી અને શી જિનપિંગ આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનૉસ આયર્સમાં આયોજિત G20 સમિટમાં મળ્યા હતા.
મે 2019 માં પુતિન, શી જિનપિંગ અને મોદીએ એક કૉન્ફરન્સમાં હાજરી આપી હતી, જ્યાં મોદી અને શીએ વાત કરી હતી.
જૂન 2019 માં પીએમ મોદી સતત બીજી વખત સત્તામાં આવ્યા પછી, પીએમ મોદી અને શી જિનપિંગ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં એક કૉન્ફરન્સમાં મળ્યા હતા.
ઓક્ટોબર 2019 માં મહાબલીપુરમમાં પીએમ મોદી અને શી જિનપિંગની અનૌપચારિક બેઠક થઈ હતી.
નવેમ્બર 2019માં PM મોદીની બ્રાઝિલ મુલાકાત દરમિયાન, 11મી BRICS સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ અને PM મોદી વચ્ચે મુલાકાત થઈ હતી.
પીએમ મોદી અને શી જિનપિંગે 2022માં ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં આયોજિત G20 સમિટમાં ઔપચારિક રીતે વાત કરી ન હતી, પરંતુ તેમ છતાં બંનેએ એકબીજા સાથે વાત કરી હતી.
પીએમ મોદી અને શી જિનપિંગ છેલ્લી વખત વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકામાં આયોજિત 15મી બ્રિક્સ સમિટમાં મળ્યા હતા. ત્યારબાદ બંને એકબીજાને મળ્યા.
આ પણ વાંચો
Russian submarine Ufa: ભારતના દરિયામાં બ્લેકહૉલ, સાયલન્ટ કિલરને જોતા જ ઉડી ગયા ચીન-પાકિસ્તાનના હોશ