PM Modi Australia Visit Live Updates: સિડનીમાં ભારતીયોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યુ- '2014માં આપેલું વચન આજે પુરુ કર્યું'
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિડનીમાં ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.
પીએમ મોદીએ કહ્યું- આપણને ક્રિકેટ વર્ષોથી જોડી રહી છે, પરંતુ હવે અમે ટેનિસ અને ફિલ્મોથી પણ જોડાઇ રહ્યાં છીએ, ભલે અમારા ખાવાપીવાની રીત અલગ અલગ હોય, પરંતુ હવે આપણને માસ્ટર શેફ જોડી રહ્યો છે. ભારતની આ વિવિધતાને ઓસ્ટ્રેલિયાએ ખુલ્લા દિલથી સ્વીકાર્યુ છે, આ જ કારણ છે કે સિટી ઓફ પરરામટ્ટા પરમાત્મા ચૌક બની જાય છે.
પીએમ મોદીએ કહ્યું - હેરિશ પાર્કમાં ચાટ, જયપુર સ્ટ્રીટની જલેબી, તેનો તો કોઇ જવાબ જ નથી. તમે ક્યારે મારા મિત્ર એન્થની એલ્બનીસને ત્યાં લઇ જાઓ. જ્યારે ખાવાની વાત છે, તો લખનઉનું નામ આવવું સ્વાભાવિક છે. મને ખબર છે કે, સિડનીની પાસે લખનઉના નામે જગ્યા છે, પરંતુ મને એ નથી ખબર કે ત્યાં ચાટ મળે છે કે નહીં.
પીએમ મોદીએ કહ્યું, જ્યારે હું 2014માં આવ્યો હતો. તે સમયે વચન આપ્યું હતું કે તમારે ફરીથી 28 વર્ષ સુધી ભારતના વડા પ્રધાનની રાહ જોવી પડશે નહીં. આજે હું ફરી તમારી સામે હાજર છું. હું એકલો આવ્યો નથી. હું ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે આવ્યો છું. તમે તમારા અત્યંત વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢ્યો, તે અમારા ભારતીયો પ્રત્યેનો તમારો પ્રેમ દર્શાવે છે. તમે હમણાં જે કહ્યું તે દર્શાવે છે ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રત્યેનો પ્રેમ. આ વર્ષે મને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કરવાની તક મળી. આજે તેમણે લિટલ ઈન્ડિયાના શિલાન્યાસનું અનાવરણ કરવાની તક આપી છે. હું તેમનો આભાર માનું છું.
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત નમસ્તે ઓસ્ટ્રેલિયાથી કરી હતી. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના પીએમ અને મારા પ્રિય મિત્ર એન્થોની અલ્બેનીઝ, પૂર્વ પીએમ સ્કોટ મોરિસન, વિદેશ મંત્રી, સંચાર મંત્રી, ઉર્જા મંત્રી, વિપક્ષના નેતા, તમામ સભ્યો અને ઓસ્ટ્રેલિયાના તમામ લોકોને મારા નમસ્કાર.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનિઝે પીએમ મોદીની જોરદાર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, પીએમ મોદી બોસ છે. તેમણે કહ્યું, પીએમ મોદીનું સ્વાગત કરવું સૌભાગ્યની વાત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિડનીના એરિના સ્ટેડિયમ પહોંચ્યા છે. અહીં તેમનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનને લઈને વિદેશી ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના અન્ય ભાગોમાંથી લોકો ફ્લાઈટ અને ટ્રેન દ્વારા સિડની પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા ઈવેન્ટ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. અહીં વડાપ્રધાન વિદેશી ભારતીયોને સંબોધિત કરશે.
ઓસ્ટ્રેલિયામાં આજે વડાપ્રધાન મોદી વિવિધ હસ્તીઓ અને બિઝનેસ જગતના લોકોને મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ગાયક સેબેસ્ટિયન પીએમ મોદીને મળ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાનને મળવું તેમના માટે સન્માનની વાત છે. અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. તે ખૂબ જ નમ્ર અને દયાળુ છે અને દરેકને ધ્યાનથી અને ખૂબ આદર સાથે સાંભળે છે. અમે સંગીત વિશે વાત કરી હતી. તેમણે મને નાટુ-નાટુ ગીત પણ બતાવ્યું, જે ખૂબ લોકપ્રિય થયું. મેં મારી માતા વિશે પણ વાત કરી જેઓ કાનપુરના હતા
ઓસ્ટ્રેલિયાના સેલિબ્રિટી શેફ સારાહ ટોડે પણ સિડનીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. મીટિંગ વિશે મીડિયા સાથે વાત કરતા સારાહ ટોડે કહ્યું કે પીએમ મોદી એક અદ્ભુત વ્યક્તિ છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તેમની સાથે મુલાકાત કરવાની તક મળી. તે પોતાના દેશ અને તેના માટેના તેના વિઝન વિશે ઘણું વિચારે છે. પીએમ મોદી એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે
હેનકોક પ્રોસ્પેક્ટિંગના એક્ઝિક્યૂટિવ ચેરમેન જીના રિનહાર્ટે પીએમ મોદીને મળ્યા બાદ કહ્યું કે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત ખૂબ જ પ્રોત્સાહક અને સારી રહી. બંને દેશોમાં ઘણી સંભાવનાઓ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 3.5 ટ્રિલિયન અમેરિકન ડોલર થઈ ગઈ છે અને આગામી 25 વર્ષમાં તે વધીને 32 ટ્રિલિયન અમેરિકન ડોલર થવાની ધારણા છે. તે સ્પષ્ટ છે કે ભવિષ્યમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા સખત મહેનત કરવાની જરૂર છે.
પીએમ મોદીને મળ્યા બાદ ઓસ્ટ્રેલિયન સુપરના સીઈઓ પોલ શ્રોડરે કહ્યું હતું કે “અમારી મુલાકાત સૌથી પ્રભાવશાળી રહી. પીએમ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે, જે બિઝનેસને સમજે છે અને તે ખૂબ જ પ્રોત્સાહક છે. PM એ ભારત માટેના તેમના સપના અને તેમની નીતિશાસ્ત્ર વિશે વાત કરી જે ખરેખર એક શક્તિશાળી સંદેશ હતો.
આજે તેમના પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના ટોચના ઉદ્યોગપતિઓને મળ્યા હતા. આ બેઠકમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ હેનકોક પ્રોસ્પેક્ટીંગના એક્ઝિક્યુટિવ ચેરમેન ગિના રીનેહાર્ટ સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. આજે તેમના પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના ટોચના ઉદ્યોગપતિઓને મળ્યા હતા. આ બેઠકમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયા સુપરના સીઈઓ પૌલ શ્રોડર સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. આજે તેમના પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના ટોચના ઉદ્યોગપતિઓને મળ્યા હતા. આ બેઠકમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયા સુપરના સીઈઓ પૌલ શ્રોડર, ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન ડો. એન્ડ્રુ ફોરેસ્ટ અને હેનકોક પ્રોસ્પેક્ટીંગના એક્ઝિક્યુટિવ ચેરમેન ગિના રીનેહાર્ટ સાથે મુલાકાત કરી હતી.
બ્રેકગ્રાઉન્ડ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિડનીમાં ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું હતું કે, વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાની બીજી મુલાકાતે વાઇબ્રન્ટ શહેર સિડની પહોંચ્યા છે. આગામી બે દિવસમાં તેઓ ઓસ્ટ્રેલિયાના નેતાઓ, વેપારી સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરશે અને ભારતીય સમુદાયને પણ સંબોધશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક 24 મેના રોજ કરશે.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે દ્વિપક્ષીય જોડાણના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં સમાજમાં સંવાદિતા અને બંને સમાજોની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામેલ છે. તાજેતરના ભૂતકાળમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર હુમલાના મુદ્દે બંને નેતાઓ વચ્ચેની વાતચીતના મુદ્દે તેમણે કહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થશે તે અંગે અંદાજ લગાવવો મારા માટે યોગ્ય નથી.
ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓએ વેપાર અને રોકાણ પર ચર્ચા કરશે જેમાં બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાના પ્રયાસો અને લોકોને મજબૂત કરવાના પ્રયાસો સામેલ છે. સંરક્ષણ અને સુરક્ષા સહયોગના મુદ્દા પર પણ ચર્ચા કરશે.
ભારતીય સમુદાયને સંબોધિત કરશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે સિડનીના ઓલિમ્પિક પાર્કમાં કુડોસ બેંક એરિનામાં વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે યોજાનાર આ સમારોહમાં ભાગ લેવા માટે 25 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન પીએમ મોદી માટે સ્વાગત સમારોહનું આયોજન કરશે. કાર્યક્રમના આયોજકોમાં પીએમ મોદીના બાળપણના મિત્ર અબ્બાસ પણ સામેલ છે. પીએમ મોદી પણ તેમની સાથે મુલાકાત કરશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -