ફ્રાન્સના શહેર એવિયનમાં G7 સમિટ માટે વિશ્વભરના નેતાઓ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થઈ રહ્યા છે. હાલમાં એક વીડિયો પર ચર્ચા થઈ રહી છે, જેમાં ઔપચારિક બેઠકો અને નીતિગત ચર્ચાઓ સિવાયનો સમાવેશ થાય છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વધુ એકવાતચીતનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે નેતાઓ સમિટમાં પરંપરાગત ગ્રુપ ફોટો માટે ભેગા થયા ત્યારે મેલોની અને પીએમ મોદી એકબીજાને ઉષ્માભર્યું અભિવાદન કરતા જોવા મળ્યા. મેલોનીને પીએમ મોદીને કહેતા સાંભળવામાં આવ્યા, "તમને ફરીથી મળીને આનંદ થયો."
સોશિયલ મીડિયા પર "Melodi" ટ્રેન્ડનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર તેમની લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો. મેલોનીએ તરત જ જવાબ આપતા કહ્યું કે, "હા, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ છીએ."
MELODI ટ્રેન્ડ વાયરલ થયો
MELODI પીએમ મોદી અને મેલોનીના અટકને એક કરીને બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં એક લોકપ્રિય ઓનલાઈન ટ્રેન્ડ બની ગયું છે. 2023માં દુબઈમાં COP28 સમિટ દરમિયાન મેલોની દ્વારા પોસ્ટ કરાયેલ એક સેલ્ફી વૈશ્વિક ઇન્ટરનેટ ટ્રેન્ડ બની ગઈ. ઇટાલિયન નેતાએ પીએમ મોદી સાથેનો એક ફોટો શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું, "COP28 માં સારા મિત્રો #Melodi." ત્યારથી આ હેશટેગ વાયરલ થઈ ગયો છે.
G7 સમિટ, આંતરરાષ્ટ્રીય પરિષદો અથવા દ્વિપક્ષીય બેઠકો જેવા કાર્યક્રમોમાં તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. પછી ગયા મહિને રોમની મુલાકાત દરમિયાન ભારતીય વડાપ્રધાને મેલોનીને "મેલોડી" કેન્ડીનું પેકેટ ભેટમાં આપ્યું હતું. શેર કરેલા વીડિયોમાં મેલોનીએ કહ્યું, "વડાપ્રધાન મોદી ભેટ લાવ્યા છે... કેટલીક ખૂબ જ સરસ કેન્ડી." આ વીડિયો ઝડપથી વાયરલ થયો, ઓનલાઈન પોસ્ટ થયાના છ કલાકમાં જ તેને 100 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. હાલમાં તેને 13 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.
