PM Modi France Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે 2 દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા છે. તેમને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ એટલે કે બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચ્યા હતા. ઓર્લી એરપોર્ટ પર ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. ઔપચારિક સ્વાગત બાદ પીએમ મોદી ફ્રાન્સના મંત્રીઓ અને નેતાઓને મળ્યા હતા. 


ફ્રાંસ પહોંચ્યા બાદ પીએમ મોદી રિસમાં લા સીએન મ્યુઝિકેલ ખાતે ડાયસ્પોરાને સંબોધિત કરશે. લા સીએન મ્યુઝિકેલ હાલમાં ભારતીય દૂતાવાસ અને સંસ્કૃતિ મંત્રાલય વતી નમસ્તે ફ્રાન્સ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતના ભાગરૂપે 13 અને 14 જુલાઈએ ફ્રાન્સમાં હશે. આ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ બેસ્ટિલ ડેમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિવિધ અધિકારીઓ અને ભારતીય સમુદાયને મળશે. વિદેશી ભારતીયોને સંબોધન કર્યા બાદ પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના સત્તાવાર નિવાસ સ્થાન એલસી પેલેસ જશે. જ્યાં મેક્રોને તેમના માટે પ્રાઈવેટ ડિનર રાખ્યું છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.


પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ મોદી પહેલા 2009માં મનમોહન સિંહ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા. જેમને બેસ્ટિલ ડેના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.






PM મોદીનું આજનું શેડ્યૂલ


પીએમ મોદી ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 7:30 વાગ્યે સેનેટ પહોંચશે અને સેનેટ પ્રમુખ ગેરાડ લાર્ચરને મળશે. ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 8:45 વાગ્યે પીએમ મોદી ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન સાથે મુલાકાત કરશે. તેઓ ભારતીય સમય અનુસાર લગભગ 11 વાગે પ્રતિષ્ઠિત લા સીન મ્યુઝિકલ ખાતે ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કરશે. ત્યાર બાદ ભારતીય સમય અનુસાર રાત્રે 00:30 વાગ્યે, વડા પ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ખાનગી રાત્રિભોજન માટે એલિસી પેલેસ પહોંચશે.






14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ હશે


14 જુલાઈએ પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ હશે. તે જ દિવસે બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થશે. મેક્રોન લુવર મ્યુઝિયમના કૌર માર્લી સંકુલમાં પીએમ માટે ઔપચારિક રાત્રિભોજનનું આયોજન કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ પીએમ મોદીને પ્રખ્યાત મ્યુઝિયમના પ્રવાસે પણ લઈ જશે. આ પછી મોદી અને ઈમેન્યુઅલ મેક્રોન લૂવર મ્યુઝિયમની છત પરથી એફિલ ટાવર પર ફટાકડાની મજા માણશે. આ મુલાકાત દરમિયાન ટોચના ભારતીય સીઈઓનું એક બિઝનેસ ડેલિગેશન પણ વડાપ્રધાનની સાથે રહેશે.


https://t.me/abpasmitaofficial