PM Modi UN speech: સંયુક્ત રાષ્ટ્રમાં 'સમિટ ઓફ ધ ફ્યુચર'માં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'જૂનમાં હમણાં જ માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીમાં ભારતના લોકોએ મને સતત ત્રીજી વાર સેવાની તક આપી છે અને આજે હું આ જ એક સીટ ઓફ હ્યુમેનિટીનો અવાજ તમારા સુધી પહોંચાડવા આવ્યો છું.


મિત્રો, જ્યારે આપણે ગ્લોબલ ભવિષ્યની વાત કરી રહ્યા છીએ ત્યારે માનવીય અભિગમ સર્વપ્રથમ હોવો જોઈએ. ટકાઉ વિકાસને પ્રાથમિકતા આપતા આપણે માનવ કલ્યાણ, ખોરાક, આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. અમે ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને એ બતાવ્યું છે કે 'ટકાઉપણું સફળ થઈ શકે છે' અને સફળતાના આ અનુભવને અમે ગ્લોબલ સાઉથ સાથે વહેંચવા તૈયાર છીએ.'


PMએ કહ્યું કે વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક (GLOBAL) સંસ્થાઓમાં પરિવર્તન આવશ્યક છે. REFORM IS THE KEY TO RELEVANCE. આફ્રિકન યુનિયનને નવી દિલ્હી સમિટમાં G 20ની કાયમી સભ્યપદ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે એક તરફ આતંકવાદ જેવો મોટો ખતરો છે તો બીજી તરફ સાયબર, સ્પેસ જેવા અનેક સંઘર્ષના નવા નવા મેદાનો પણ બની રહ્યા છે.


PMએ આગળ કહ્યું, 'આ બધા વિષયો પર હું ભારપૂર્વક કહીશ કે Global Action must match Global Ambition. માનવતાની સફળતા આપણી સામૂહિક શક્તિમાં રહેલી છે, યુદ્ધના મેદાનમાં નહીં અને વૈશ્વિક શાંતિ અને વિકાસ સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. પરિવર્તન પ્રાસંગિકતાની ચાવી છે! G20 શિખર સંમેલનમાં આફ્રિકન યુનિયનની કાયમી સભ્યપદનો પ્રયાસ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું.






PMએ એ પણ કહ્યું કે આપણને એવી વૈશ્વિક ડિજિટલ ગવર્નન્સ જોઈએ, જેનાથી રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને અખંડતા અકબંધ રહે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક પુલ હોવો જોઈએ, અવરોધ નહીં (Digital Public Infrastructure should be a bridge, not a barrier) વૈશ્વિક હિત માટે ભારત પોતાનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર વિશ્વ સાથે વહેંચવા માટે તૈયાર છે.


ભારત માટે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર (one earth, one family, one future) એક પ્રતિબદ્ધતા છે. આ જ પ્રતિબદ્ધતા આપણા વન અર્થ, વન સન, વન વર્લ્ડ, વન હેલ્થ, વન ગિલ્ડ જેવી પહેલમાં પણ દેખાય છે. સમગ્ર માનવતાના હિતોનું રક્ષણ અને વૈશ્વિક સમૃદ્ધિ માટે ભારત ઇરાદાપૂર્વક કામ કરતું રહેશે.


આ પણ વાંચોઃ


સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે